ETV Bharat / state

Bhavnagar News : મનના ભાવથી ભગવાનના શરણમાં 1200 વાનગીનો અન્નકૂટ, પરોઠાથી લઈ પિઝા સુધી સમાવેશ

ભાવનગર શહેરમાં તેમજ ભારત વર્ષમાં નવા વર્ષ નિમિતે ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં આવતો હોય છે. ભાવનગરમાં ભગવાનને 1200 વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો છે. શરબતથી લઈને છાશ અને પરોઠાથી લઈને પીઝા સુધીની વાનગીઓનો સમાવેશ કરાયો છે. જૂઓ ક્યાં ભાવનગરમાં અદભુત અન્નકૂટ અર્પણ કરાયો.

Bhavnagar News  : મનના ભાવથી ભગવાનના શરણમાં 1200 વાનગીનો અન્નકૂટ, પરોઠાથી લઈ પિઝા સુધી સમાવેશ
Bhavnagar News : મનના ભાવથી ભગવાનના શરણમાં 1200 વાનગીનો અન્નકૂટ, પરોઠાથી લઈ પિઝા સુધી સમાવેશ
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2023, 6:35 PM IST

સૌથી મોટો અન્નકૂટ

ભાવનગર : નવા વર્ષમાં ભગવાનને ભાવપૂર્વક હિન્દુ ધર્મ પ્રમાણે ભોગ અર્પણ કરીને પોતાની ભાવનાઓ પાથરતા હોય છે, ત્યારે ભાવનગર શહેરમાં આવેલા અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભગવાનના ચરણમાં વિવિધ પ્રકારની વાનગીઓને થાળ સ્વરૂપે ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. ભક્તોથી લઈને દરેક લોકોએ ભગવાનના દર્શન કરીને અન્નકૂટના આદર્શન કર્યા હતાં. નવા વર્ષમાં સૌથી મોટો અન્નકૂટ અક્ષરવાડીમાં યોજાયો છે.

શું અન્નકૂટનુ મહત્વ : હિન્દુ ધર્મ પ્રમાણે નવા વર્ષમાં ભગવાનને પ્રથમ અર્પણ કરીને કોઈપણ કાર્યની શરૂઆત કરતા હોય છે. પરંતુ અહીંયા વાત કરવી છે અન્નકૂટની. કારણ કે અન્નકૂટ ભગવાનને ભાવપૂર્વક અર્પણ કરવાનો રહેતો હોય છે. ત્યારે ભાવનગર સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરવાડી ખાતેના ત્યાગરાજસ્વામીએ જણાવ્યું હતું કે આપણી ભારતની પરંપરા છે તેમાં સમય પ્રમાણે ભગવાને અવતારો લીધા છે અને ભગવાનના ભક્તો ભગવાનને રાજી કરવા માટે થાળ ધરતા હોય છે, ત્યારે આ વર્ષે પણ નૂતન વર્ષાભિનંદન નિમિત્તે ભાવનગરની અક્ષરવાડી ખાતે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે.

અક્ષરવાડી ખાતે ભવ્ય અન્નકુટનું આયોજન કેવું : ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર આવેલા અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1000થી વધારે વાનગીઓ ભગવાન સમક્ષ અર્પણ કરવામાં આવી હતી.

નૂતન વર્ષાભિનંદન નિમિત્તે ધરતીમાં પાકતા ધાન્યના બનતા પહેલા પકવાનોને હંમેશા ભક્તો દ્વારા ભગવાનના ચરણમાં ધરવામાં આવે છે. જેને આજે અન્નકૂટ સ્વરૂપે અર્પણ કરીને અન્નકુટ મોહોત્સવ ઉજવવામાં આવે છે. ભાવનગરમાં પણ સ્વામિનારાયણ મંદિર ખાતે 1200 થી વધારે અલગ અલગ વાનગીઓ ભગવાનના શરણમાં અર્પણ કરવામાં આવી છે...ત્યાગરાજ સ્વામી (અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર )

અન્નકુટમાં ભગવાનના દર્શન કરવા માટે ભીડ : ભગવાનના શરણમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ધરવામાં આવેલા અન્નકૂટમાં વિવિધ પ્રકારના શાક, દાળ, ભાત, રોટલી,પરોઠા સહિત મીઠાઈઓ વગેરે જેવી ચીજ વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. જેમાં પિઝાથી લઈને કેક સુધીની પણ ચીજવસ્તુઓ અને શરબતથી લઈને દરેક પ્રકારના પીણા પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતાં. ભવ્ય અન્નકૂટમાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા માટે નજરે પડતા હતાં. ભગવાનને અર્પણ કરવામાં આવેલી વિવિધ વાનગીઓ જોઈને ભક્તો પણ મંત્રમુગ્ધ બન્યાં હતાં.

  1. Ahmedabad News : અમદાવાદના શાહીબાગમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્યાતિભવ્ય અન્નકૂટ
  2. Diwali 2023: ગોંડલમાં કષ્ટભંજન હનુમાનજીની 8X12 સ્કેવર ફિટની આબેહુબ રંગોળી બનાવાઈ, જે બની રહી છે આકર્ષણનું કેન્દ્ર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.