ETV Bharat / state

Bhavnagar News : પથ્થરોમાં કેમેરાની ક્લિકથી જીવંત આકૃતિ ઉપસાવતાં અદભૂત ફોટોગ્રાફર અમૂલ પરમારનો કળાવૈભવ - એરિયલ પેનોરોમિક ફોટોગ્રાફી

ભાવનગરના અમૂલભાઇ પરમારની કળામય અભિવ્યક્તિની કદર સરકાર દ્વારા કરીને ગૌરવ પુરસ્કાર અર્પણ કરેલો છે. કળાસભર પારિવારિક વારસો અને તેમાં પથ્થરોમાં કેમેરાની ક્લિકથી જીવંત આકૃતિ ઉપસાવવાની સૂઝ ભેગી મળતાં તેમની ફોટોગ્રાફીએ ઊંચા શિખરો સર કર્યાં છે. કેમેરાના ક્લિક થકી પથ્થરોમાં પ્રાણ પૂરતા એરિયલ પેનોરોમિક ફોટોગ્રાફીના તેમના અમૂલ્ય કળાવૈભવને માણીએ.

Bhavnagar News : પથ્થરોમાં કેમેરાની ક્લિકથી જીવંત આકૃતિ ઉપસાવતાં અદભૂત ફોટોગ્રાફર અમૂલ પરમારનો કળાવૈભવ

author img

By

Published : May 25, 2023, 4:13 PM IST

કળાસંસ્કૃતિનો ધીંગો વારસો

ભાવનગર : કલાકારને જરૂર હોય છે જીવનમાં એક પળ અને ક્ષણની એટલે બસ તે પોતાની કલાને ઉજાગર કરીને બતાવે છે. પરંતુ અહીંયા પોતાની ફરજ સાથે કલાને સાથે લઈને ચાલેલા અમૂલ પરમારે જગતને પણ એક રાહ ચીંધી છે. ભાવેણા જેવા શહેરને એરિયલ પેનોરોમિક ફોટોગ્રાફીથી તેનો ચહેરો આકાશમાંથી દર્શાવ્યો અને પથ્થરોમાં પણ એરિયલ પેનોરોમિક ફોટોગ્રાફીની એક દિશા ચીંધી છે.

ફોટોગ્રાફરની કહાની : ભાવેણાવાસીઓને આકાશમાંથી ભાવનગરના પ્રથમ દર્શન કરાવનાર ફોટોગ્રાફરની કહાની અદભુત છે. તેમના પિતા ખોડીદાર પરમાર અમૂલ પરમારના ગુરુ બન્યાં જેમણે કળાવૈભવની સૂઝ આપી. અમૂલ પરમારે જિંદગીભર માટે રમતગમત ક્ષેત્રે જીવન વિતાવનાર ફોટાગ્રાફર છે જેમને સરકારે અનેક પુરસ્કાર આપેલા છે. કેમરાને પહેલી પત્ની માનનાર અને "અમૂલ" જીવનને અમૂલ્ય ક્ષણ આપનાર ફોટોગ્રાફરની એક ક્લિક ઈટીવી ભારત પર માણો.

અમૂલ પરમારની ક્લિકની શરૂઆત : ભાવનગરના પ્રખ્યાત અને કલાકારોના આજે ગુરુ કહેવાતા સ્વ ખોડીદાસ પરમાર શ્રેષ્ઠ ચિત્રકારના પુત્ર અમૂલભાઈ પરમાર 1986માં અમદાવાદ CN માં DPED કરવા ગયા હતા. અમૂલભાઈ DPED કરતા સમયે તેમને જોરાવરસિંહ જાદવ, પારુલ, વિનોદભાઈ જેવા મિત્રોએ ફોટોગ્રાફીની સલાહ આપી દીધી. આથી અમદાવાદ આંબાવાડીમાં ફોટોગ્રાફી શીખવતા વિક્રમભાઈ દલાલ પાસેથી ફોટોગ્રાફી શીખીને નવા શોખનો પ્રારંભ કર્યો હતો.

1986થી ફોટોગ્રાફીની શરૂઆત કરી છે. આમ તો જિંદગી પીટી રિચર તરીકે પસાર કરી છે. બાસ્કેટ બોલની નેશનલ ઇન્ટરનેશલ રમ્યો છું. 2004માં ભાવનગરની આકાશમાંથી એરિયલ ફોટોગ્રાફી કરવાની તક મળી અને ત્યારથી ગામ મને ઓળખતું થયું છે. પરંતુ ત્યાંથી મને એરિયલ પેનોરેમિક ફોટોગ્રાફીમાં કઈક નવું હટકે કરવાની ઈચ્છા થઈ. હું ઇડર ગયો ત્યાં મેં પથ્થરમાં સિંહ જોયો,ગાય જોઈ,મધર ટેરેસા જોયા તો આ બધા ફોટાને થોડા ડિજિટલ ટચિંગ કર્યા તો સિંહ,ગાય બહાર આવી ગયા. શ્રેષ્ઠ ફોટોગ્રાફર વિવેકભાઈ દેસાઈ મારા વિશે કહે છે કે જ્યાં ફોટોગ્રાફી પુરી થાય ત્યાંથી અમૂલની શરૂ થાય છે...અમૂલ પરમાર (ફોટોગ્રાફર)

અનેકવિધ પ્રવૃતત્તિઓમાં રત : અમૂલ પરમારના પિતા ખોડીદાસ પરમાર કલાના સાધક હતા. કલા તમને જીવનમાં વણાયેલી હોવાથી ઘરનો માહોલ પણ કલા,ચિત્ર સાથે સંકળાયેલો હતો. ઘરના ચિત્રણ ભર્યા માહોલ વચ્ચે અમૂલભાઈ DPED કરીને રમતગમતના શિક્ષક બન્યા હતા. બાસ્કેટબોલના તેઓ ખેલાડી હતા. પીટી ટીચર તરીકે તેમને KPES શાળામાં નોકરી કરી હતી. 35 જેટલી નેશનલ ઇન્ટરનેશન ગેમ્સ તેઓ રમી ચુક્યા છે. અમૂલભાઈએ 14 વનમેન શો કરેલા છે. 9 જેટલી નેશનલ અને ઇન્ટરનેશનલ બાસ્કેટ બોલમાં રમી ચુક્યા છે. 11 જેટલા ગ્રુપ તેમણે બનાવેલા છે. તાલ ગુલાલ કરીને તેઓ સંસ્થા ચલાવે છે વર્ષોથી જેમાં ગરબા,નૃત્ય જેવી ઇવેન્ટ થાય છે. બાસ્કેટબોલના ખેલાડી હોવાથી નિર્ણય કરવામાં અગ્રેસર રહેવાથી તેઓ નિર્ણાયક તરીકે પણ જાય છે. આમ શિક્ષક સાથે તેઓ શ્રેષ્ઠ ફોટોગ્રાફર બન્યા છે.

અમૂલ ટીચર હતા એટલે ઘણી વખત જોબમાંથી આવે પછી ફંક્શનમાં જવાનું હોય તો થાકવાનું બહાનું કરે તો તેમને કંઇ કહીએતો નામ ન હતું મને કહેતાં કે પહેલાં મારી વહુ કેમેરો પછી તું. આમ અમારા બંને વચ્ચે ક્યારેક ખાટુંમીઠું થઈ જતું પણ આજે તેને ગૌરવ મળ્યું તે કેમેરાના કારણે છે...રાજેશ્રીબેન પરમાર (અમૂલ પરમારનાં પત્ની)

ઘરપરિવારનો સાથ જરુરી :કોઈ પણ પુરુષની સફળતામાં યેનકેન પ્રકારેણ સ્ત્રીની મહત્વની ભૂમિકા રહી છે. સ્ત્રી મૌન રહીને અથવા કાર્યમાં સહભાગી બનીને પુરુષને સફળ બનાવવામાં આગળ રહેતી હોય છે. સહજ સ્વભાવના અને વધુ પ્રતિભા ધરાવતા અમૂલભાઈના પત્ની રાજેશ્રીબેનનો સાથ અમૂલભાઈને રહ્યો છે. અમૂલભાઈએ ડબલ ઘોડે સવારીની જેમ જિંદગી વિતાવીને સફળતા મેળવી છે.

  1. ગુજરાતના ફોટોગ્રાફર બ્લેસ્મોન સેમ્યુઅલને મળ્યો દાદાસાહેબ ફાળકે આઇકોન એવૉર્ડ
  2. Vadodara News: MSU ની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે અંતિમ વર્ષના વિધાર્થીઓનું આર્ટ પ્રદર્શન
  3. Nail Art: ભાવનગરમાં નેઈલઆર્ટ યુવતીઓની પહેલી પસંગ, રંગબેરંગી નખનું વૈવિધ્ય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.