ETV Bharat / state

Bhavnagar New Mayor: માળી સમાજના 58 વર્ષીય ભરતભાઈ બારડ બન્યા ભાવનગરના નવા મેયર - ભાજપના અદના કાર્યકર્

જનસંઘ સમયથી ભાજપની સાથે રહેલા સંનિષ્ઠ કાર્યકર ભરતભાઈ બારડ ભાવનગરના નવા મેયર બન્યા છે. 58 વર્ષીય ભરતભાઈ માળી સમાજમાંથી આવે છે. તેમણે પોતાને સોંપાયેલી જવાબદારી પૂરા ખંતથી નિભાવવાની નેમ વ્યક્ત કરી છે. વાંચો ભાવનગરના નવા મેયર ભરતભાઈ વિશે વિસ્તારપૂર્વક.

ભાવનગરના નવા મેયર બન્યા છે ભરતભાઈ બારડ
ભાવનગરના નવા મેયર બન્યા છે ભરતભાઈ બારડ
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 5:30 PM IST

Updated : Sep 12, 2023, 5:37 PM IST

Bhavnagar New Mayor

ભાવનગરઃ ભાજપે જનસંઘ સમયના પીઢ કાર્યકર ભરતભાઈને ભાવનગરના મેયર બનાવતા, ભાવનગરના નવા મેયર કોણ??? આ પ્રશ્ન પર પૂર્ણવિરામ લાગી ગયું છે. નાના ગણાતા માળી સમાજ અને મધ્યમવર્ગમાંથી આવતા ભરતભાઈ બારડ 58 વર્ષના છે. મહા નગર પાલિકાના તખતેશ્વર વોર્ડમાંથી ભરતભાઈ બારડ ચૂંટણીમાં 3,000ની લીડથી જીત્યા હતા.

નવા હોદ્દેદારોઃ ભાવનગરની મેયરની બક્ષીપંચ બેઠક એક અદના કાર્યકરને ભાજપે સ્થાન આપ્યું છે. ભાવનગરના તખ્તેશ્વર વોર્ડમાં પ્રથમ વખત ચૂંટણી લડનાર ભરત મણિલાલ બારડને મેયર બનાવાયા છે. ડેપ્યુટી મેયર પદે મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે રાજુભાઈ રાબડીયા, શાસક પક્ષના નેતા તરીકે કિશોર ગુરુમુખાણી અને દંડક તરીકે ઉષાબેન બધેકાની વરણી કરાઈ છે.જો કે આ હોદ્દેદારોની વરણી દરમિયાન ઓફિસની વીજળી થોડા સમય માટે ગુલ થઈ ગઈ હતી.

Bhavnagar New Mayor
Bhavnagar New Mayor

ભાવનગરની કૃષ્ણકુમારસિંહજીની આ પવિત્ર ધરતી ઉપર ભાજપનું સુશાસન છે. ભાજપે મને અઢી વર્ષ માટે એક મેયર તરીકે જવાબદારી આપી છે. નાના અદના માણસને મોટી જવાબદારી આપવામાં આવી છે. જેને હું નિષ્ઠાથી નિભાવીશ. શહેરમાં નળ,ગટર કે પાણીની સુચારુ વ્યવસ્થા નાગરિકોને મળી રહે તેવી મારી કોશિશ રહેશે...ભરતભાઈ બારડ(મેયર, ભાવનગર)

નવા મેયર વિશે ટૂંકમાંઃ ભાવનગરના નવા મેયર બનેલા ભરત મણિલાલ બારડ 58 વર્ષના છે. તેઓ ભાજપના બક્ષીપંચ મોરચામાં પણ કામ કરી ચૂક્યા છે. 1970 આસપાસથી નાની ઉંમરે ભરતભાઈ બારડ જનસંઘમાં જોડાયેલા. દરેક વિષમ પરિસ્થિતિમાં એક કાર્યકર તરીકે પક્ષને વફાદાર રહી તેમણે કાર્ય કર્યુ છે. ગોધરાકાંડ સમયે ભરતભાઈ બારડ ઉપર દોષારોપણ થતા તેમને એક મહિના માટે જેલવાસ પણ ભોગવેલો હતો. તેમના પરિવારમાં સમીર અને અમિત નામના બે પુત્રો છે. સમીર નોકરી કરે છે અને અમિત ભરતભાઈના ડિજિટલ બોર્ડના ફ્રેમિંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલ છે.

  1. Jamnagar New Mayor : જામનગરના નવા મેયર બન્યાં વિનોદ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પદની ખેંચતાણ બાદ આરુઢ થયાં નીલેશ કગથરા
  2. Rajkot New Mayor: રાજકોટના પ્રથમ નાગરિક તરીકે નયના પેઢડિયાની પસંદગી, જાણો અન્ય હોદ્દા કોને મળ્યા

Last Updated : Sep 12, 2023, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.