- ભાવનગર મનપા 3 કરોડના 50 ટેમ્પલબેલ ખરીદીને કોન્ટ્રાક્ટરને આપશે
- નવા ટેમ્પલ બેલ ખરીદી કોન્ટ્રાક્ટરને આપશે માથે 37 હજાર મનપા
- ઘર બાળીને તીર્થ કરવા જેવો નિર્ણય કર્યોઃ વિપક્ષે કર્યો આક્ષેપ
ભાવનગરઃ ભાવનગરને ડસ્ટબીન ફ્રી સીટી જાહેર કરીને ડસ્ટબીન ઉઠાવી લેવાયા અને બાદમાં ઘરે-ઘરે કચરો ઉઠાવવા ટેમ્પલ બેલ પાછળ કરોડોનો ધુમાડો શરૂ કરવામાં આવ્યો છતાં રસ્તા પર કચરાના ઢગ જતા નથી. હવે મનપાએ ઘર બાળીને તીર્થ કરવાનો નિર્ણય કર્યો છે. 50 નવા ટેમ્પલ બેલ ખરીદી કોન્ટ્રાક્ટરને આપશે અને સાથે મહિને 37 હજાર પણ ત્યારે વિપક્ષે વાર કર્યો છે તો શાસક ફાયદાની વાત કરી રહ્યા છે.
શાસકનો જવાબ તો વિપક્ષનો પ્રહાર
ભાવનગર મહાનગરપાલિકાના મેયરે તો જવાબ આપ્યો છે કે મનપા પોતે ટેમ્પલબેલ ખરીદીને આપે તો ફાયદો 13 હજારનો થશે. પણ મેયરને ખ્યાલ નથી કે લાખો રૂપિયાના વાહન 5 વર્ષે ભંગાર બની જશે અને પૈસા પણ વેડફાશે. તેની ચિંતા નથી ત્યારે વિપક્ષે પ્રહાર કર્યો છે કે, હાલમાં 100 ટેમ્પલ બેલ કોન્ટ્રાક્ટરના છે અને તેમાં બે કોન્ટ્રાકટર છે જેમાં પણ એકને 55 હજાર તો એકને 44 હજાર મહિને એક મહિનાના આપવામાં આવે છે ત્યારે હવે પોતે ટેમ્પલબેલ ખરીદીને ઘર બાળીને તીર્થ કરવા જેવા નિર્ણય શાસકો કરી રહ્યા છે. ટેમ્પલબેલ નોહતા ત્યારે પણ જાહેરમાં કચરાના ઢગ હતા અને આજે છે તોય રહેશે અને વધારે ટેમ્પલબેલ લાવે તો પણ રહેશે કારણ કે શાસકો પાસે વહીવટ કરવાની આવડત નથી.