ETV Bharat / state

Bhavnagar News : જાહેરમાં ગંદકી કરનારા ભાવેણાવાસીઓને હવે થશે દંડ, કમિશનરે ભંગાર બનેલી ઈ રિક્ષાને કાઢી બહાર - Bhavnagar Clean City

ભાવનગરમાં હવે નાગરિકોએ જ્યાંત્યાં કચરો નાખતા પહેલા ઘણું વિચારવું પડશે. કારણ કે, શહેરના મ્યુનિસિપલ કમિશનરે ઈ રિક્ષાનો ફરી (Bhavnagar Municipal Corporation starts E Rickshaw ) પ્રારંભ કરાવ્યો છે. હવે આ ઈ રિક્ષા શહેરભરમાં ફરી જાહેરમાં કચરો (Corporation starts E Rickshaw for clean city) નાખતા લોકોને દંડ ફટકારશે. સાથે જ સફાઈ પણ (Bhavnagar Clean City ) કરશે.

E Rickshaw જાહેરમાં ગંદકી કરનારા ભાવેણાવાસીઓને હવે થશે દંડ, કમિશનરે ભંગાર બનેલી ઈ રિક્ષાને કાઢી બહાર

author img

By

Published : Jan 28, 2023, 4:52 PM IST

લોકોને માત્ર દંડ નહીં, હવે કમિશનરે ઈ રિક્ષામાં ઉમેર્યો નવો હેતુ

ભાવનગરઃ મહાનગરપાલિકામાં શાસકો દર વર્ષે નવી યોજનાઓ લાવે અને પ્રજાના પાણીનું આંધણ નવી ચીજોની ખરીદીમાં કરતી હોય છે. આમ, લાખો રૂપિયાના ખર્ચે લીધેલી ઈ રિક્ષા છેલ્લા એક વર્ષથી અંદાજે ભંગાર હાલતમાં હતી. ત્યારે નવા કમિશનરની કડકાઈ અને સ્વચ્છ ભાવનગર કરવાની પહેલને પગલે ભંગારખાનામાંથી બહાર કાઢીને પુનઃ શરૂ કરવા આદેશ કર્યા છે. જાણો 13 વોર્ડમાં આ ઈ રિક્ષા શું કરશે.

આ પણ વાંચો ભાવેણાવાસીઓ હવે શાક માર્કેટમાં જતા નહીં ખંજવાળે માથું, કમિશનરે કરી નાખ્યો ઈલાજ

એક કે 2 વર્ષ પહેલા શરૂ થઈ હતી ઈ રિક્ષાઃ શહેરમાં આશરે એક-બે વર્ષ પહેલા ઈ-રિક્ષા શરૂ કરવામાં આવી હતી. દરેક વોર્ડમાં જઈને આ ઈ રિક્ષા જાહેરમાં કચરો ફેંકનારને પકડીને દંડની કાર્યવાહી કરતી હતી, પરંતુ છેલ્લા એકાદ વર્ષથી આ ઈ રિક્ષાઓ ભંગારખાનામાં છે. નવા કમિશનરને ઈ રિક્ષા ધ્યાને આવતા હવે તેના કાર્યનો થોડો હેતૂફેર કરીને પુનઃ વોર્ડમાં શરૂ કરવા જઈ રહ્યા છે.

ઈ-રિક્ષા શરૂ કરીને કચરાનો માત્ર દંડ થતોઃ ભાવનગર મહાનગરપાલિકાએ ઈ-રિક્ષાનો પ્રારંભ કર્યો હતો. તે સમયે શહેરના 13 વોર્ડમાં એક એક કરીને 13 રિક્ષા મુકવામાં આવી હતી. એક મહાનગરપાલિકાનો કર્મચારી, એક પોલીસ કર્મચારી સાથે આ ઈ-રિક્ષા શહેરના દરેક વોર્ડમાં ફરતી હતી. દરેક વોર્ડમાં રિક્ષા જાહેરમાં કચરો નાખનારને ઝડપીને સ્થળ ઉપર દંડ વસુલતી હતી. પરંતુ છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ઈ-રિક્ષા મહાનગરપાલિકાના બસ ગેરેજમાં ભંગાર થઈને પડી છે. હવે તેના ઉપર નજર નવા આવેલા કમિશનરની પડતા પુના શરૂ કરવા જઈ રહ્યા છે.

લોકોને માત્ર દંડ નહીં, હવે કમિશનરે ઈ રિક્ષામાં ઉમેર્યો નવો હેતુઃ ભાવનગરના કમિશનર એન. વી. ઉપાધ્યાયે જણાયું હતું કે, આ ઈ રિક્ષા બસ ગેરેજમાં દેખાતા તેનું મૂળભૂત કાર્ય સમજીને પુનઃ શરૂ કરવા માટે આદેશ કર્યા છે. ઈ રિક્ષાઓમાં કેટલીક બેટરીઓ ઉતરી ગઈ હોય ત્યાં નવી બેટરી લાવીને અથવા તો તેને રિપેર કરીને પુનઃ શરૂ કરવાની આદેશ કરી દીધા છે. આ ઈરિક્ષા કચરાને લઈને દંડ કરતી હતી. પરંતુ હવે તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.

ઈ-રિક્ષા હવે દંડ નહિ ભરે કમિશનરે આપી રાહતઃ શહેરમાં જાહેરમાં દરેક વોર્ડમાં કચરો નાખનારા લોકોએ હવે જ્યાં ત્યાં કચરો નાખતા પહેલા વિચારવું પડશે. મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે, દંડ કરવો એ આપણો અધિકાર તો છે, પરંતુ દંડથી જ માત્ર કચરો જાહેરમાં ન થાય તેવું ન બને. પરંતુ આવા કચરાને દૂર કરવા માટે 2 સફાઈ કર્મચારીઓ હવે ઈ રિક્ષામાં સાથે રહેશે. દંડ તો કરવામાં આવશે, પરંતુ સફાઈ કર્મચારીઓ કચરો ઉઠાવી પણ લેશે. સફાઈને લઈને લોકોને જાગૃત કરી જ્યાં ત્યાં કચરો ન ફેંકવા માટે પણ સમજણ આપવામાં આવશે. જ્યારે મોબાઈલ કોર્ટ વાન પણ બંધ હાલતમાં છે. ત્યારે કોર્ટ તરફથી ન્યાયાધીશ ઉપલબ્ધ નહીં થતા હોવાથી આ મોબાઇલ કોર્ટ વાન હાલ બંધ છે. જોકે, તેને લઈને પણ ન્યાયાધીશ આપવા માટે જાણ કરવામાં આવી છે. તેને પણ ટૂંક સમયમાં શરૂ કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.