ETV Bharat / state

Awas Yojana Scam: આવાસના ભાડે આપેલા મકાન કૉર્પોરેશને ખાલી કરાવ્યા, ભાડૂઆતો રઝળી પડ્યા, વિપક્ષે કરી SITની માગ - action against Pradhan Mantri Awas Yojana Scam

ભાવનગર મહાનગરપાલિકાએ સરકારના નિયમોને અવગણીને (Bhavnagar Municipal Corporation action) આવાસના મકાનો ભાડે આપનારા મકાનમાલિકો સામે લાલ આંખ કરી છે. આ સાથે જ તેમને નોટિસ પણ ફટકારી છે. જ્યારે વિપક્ષે તો આ મામલે એસઆઈટી (Pradhan Mantri Awas Yojana Scam તપાસની પણ માગ કરી છે.

Awas Yojana Scam: આવાસના ભાડે આપેલા મકાન કૉર્પોરેશને ખાલી કરાવ્યા, ભાડૂઆતો રઝળી પડ્યા, વિપક્ષે કરી SITની માગ

author img

By

Published : Feb 4, 2023, 8:13 PM IST

મકાનો ખાલી કરાવવા પડ્યા

ભાવનગરઃ સામાન્ય જનતા પાસે પોતાનું ઘરનું ઘર હોય તે માટે સરકાર સસ્તા દરે આવાસ યોજનાના મકાનો પૂરા પાડે છે, પરંતુ આવા આવાસોમાં પણ કરોડો રૂપિયાનું કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું છે. વાત કરીએ ભાવનગરની તો, અહીં પ્રધાનમંત્રી આવાસમાં કમિશનરને મળેલી અરજીઓ બાદ કાર્યવાહી કરીને સમય આપવામાં આવ્યો હતો. સમય પૂર્ણ થતાં મકાન ખાલી નહીં થવાથી મહાનગરપાલિકાએ તાત્કાલિક 2 દિવસમાં 194 મકાનો ખાલી કરાવ્યા હતા. કમિશનરની કડકાઈ બાદ લેવાયેલા પગલા પછી બાદ વિપક્ષે પ્રહાર કરીને SITની માગ કરી છે તો શાસક છેદ ઉડાડી રહ્યો છે.

આ પણ વાંચો Adani Group Faces Allegations : કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અદાણી કૌભાંડને સ્કેમ ઓફ ધ સેન્ચ્યુરી ગણાવ્યું

વિપક્ષે કરી SIT તપાસની માગઃ ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસનો રાષ્ટ્રપતિના હસ્તે પ્રારંભ કર્યા બાદ લાભાર્થીઓને સોંપવામાં આવ્યા હતા. આવસોમાં રહેવા ગયેલા લાભાર્થીઓમાં મહાનગરપાલિકાએ હવે લાંબા સમય બાદ ભાડે આપેલા મકાનો શોધીને નોટિસો પાઠવી બાદમાં મકાન ખાલી કરાવ્યા છે. સાચો કહેવાતો એવો લાભાર્થી આજે પણ ભાડે રહે છે. ત્યારે ભાડે આપનારા લાભાર્થીઓ છે ખરા? આ સવાલ હવે વિપક્ષે ઉઠાવીને પ્રધાનમંત્રી આવાસમાં રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો આક્ષેપ કરી SIT તપાસની માગ કરી દીધી છે.

કૉર્પોરેશને મકાન ખાલી કરાવ્યા
કૉર્પોરેશને મકાન ખાલી કરાવ્યા

ભાવનગરમાં કુલ આવાસો અને આપેલી નોટિસોની સંખ્યાઃ શહેરમાં અલગઅલગ સ્થળો ઉપર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસો બનાવવામાં આવ્યા છે. સૂભાષનગર એરપોર્ટ રોડ નજીક બનાવેલા પ્રધાનમંત્રી આવાસ EWSના FP 1ના 1,088 આવાસમાં મહાનગરપાલિકાએ કરેલા સરવેમાં 271 ભાડે આપેલા મકાનો હોવાનું સામે આવ્યું છે. નિયમ મુજબ 7 વર્ષ સુધી ભાડે કે વેચાણ થઈ શકતું નથી. જ્યારે અન્ય મિલકત ધરાવનારાને પણ આવાસનું મકાન મળી શકતું નથી. ત્યારે અન્ય મિલકત હોવા છતાં આવાસ મેળવવામાં સફળ રહેલા લોકો આવાસો ભાડે આપતા મહાનગરપાલિકાએ 271 આવાસના લાભાર્થીને ખાલી કરાવવા સામાન્ય નોટિસો આપી બાદમાં અંતિમ નોટિસ પાઠવી હતી.

મકાનો ખાલી કરાવવા પડ્યાઃ રૂવા પાસે પ્રધાનમંત્રી આવાસો હોવાથી જેતે સમયે સરકારની માર્ગદર્શિકા મુજબ નિયમ પ્રમાણે ફાળવણી કરી હતી, પરંતુ બાદમાં કેટલીક અરજીઓ મળી હોય કે મકાનો ભાડે આપેલા છે. તેને પગલે સરવે કરતા 271 મકાનો સામે આવ્યા હતા. આ 271ને એક મહિના અગાઉ નોટિસ આપી હતીસ પણ ક્યાંક લાભાર્થીઓને એવું હશે કે, ભલામણો કરાવીને બચી જશું તો એવું નથી. એમને મકાનો ખાલી કરાવ્યા છે. આ પહેલી વખત છે એટલે કદાચ માફ કરવા કે કેમ તે જોઈશું. પોલીસ ફરિયાદ કરવાની થશે તો પણ કરાવીશું. આપણે માનવતા દાખવીને એક મહિલાને રહેવા દીધી છે. તેમના પતિ છોડીને ચાલ્યા ગયા છે અને 4 માસની દીકરી છે આમ આપણે પણ માનવતા દાખવી છે.

આવાસ કૌભાંડ
આવાસ કૌભાંડ

અંતિમ નોટિસ બાદ ગરીબ ભાડૂઆતો રઝળ્યાઃ ભાવનગર સૂભાષનગર 1088 આવાસમાં અંતિમ નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરી છે. અંતિમ નોટિસને અવગણવામાં આવતા મહાનગરપાલિકાના બિલ્ડીંગ વિભાગનો કાફલો ત્યાં પહોંચ્યો હતો. પ્રથમ દિવસે 85 મકાનો સીલ કરવામાં આવ્યા અને બીજા દિવસે 109 મકાનોને સીલ કરવામાં આવ્યા હતા. આના કારણે ભાડે રહેતા લોકોને ઘરના રસોડાનો સામાન, શેટ્ટી, પલંગ, વાસણ, કબાટ સહિતની તમામ ઘરવકરી બહાર કાઢી લેવામાં આવી હતી. તો કલાકમાં આશિયાના ગરીબ ભાડૂઆતોનું ખેરવિખેર થઈ ગયું હતું. મહિલાઓ નાના બાળકો સાચવવા કે સામાન બહાર કાઢવો વચ્ચે ગડમથલમાં વિચારવિહીન બની ગઈ હતી. કોઈની આંખમાં આંસુ બંધ નહતા થતા. 85 અને બીજા દિવસે 109 પરિવારને તાત્કાલિક કયું ઘર પ્રાપ્ત થવાનું આ વિચાર અને સામાન સાથે ક્યાં જવું? એ પ્રશ્ને ગરીબ ભાડૂઆતને મૂંઝવણમાં મૂકી દીધા હતા.

આવાસમાં કામગીરી બાદ આક્ષેપોઃ પ્રધાનમંત્રી આવસના પ્રમુખ સામે ભાડૂઆતોએ સવાલ ઉઠાવ્યો હતો કે, પ્રમુખના ઈશારે કામગીરી થઈ છે. ભાડૂઆતોએ આક્ષેપ હતો કે, પ્રમુખના ખુદના ચાર મકાનો છે અને ભાડે છે પરંતુ આ મામલે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે બે શબ્દો સુદ્ધાં ઉચ્ચાર્યા નથી. પ્રમુખ સાથે બોલાચાલી અને બાદમાં હાથાપાઈ થઈ હોવાનું પણ સામે આવ્યું હતું. સમગ્ર ઘટના ભાડૂઆતોએ એક જ સવાલ કર્યો હતો કે, ભાડે આવ્યા ત્યારે જ પ્રમુખ કેમ બોલ્યા નહીં અને હવે તાત્કાલિક રોડ ઉપર લાવી દેવામાં આવ્યા છે.

વિપક્ષે કર્યો આક્ષેપ અને માંગી SIT તપાસની માગઃ ભાવનગર શહેરના પ્રધાનમંત્રી આવાસમાં જે થયું હૃદયને હચમચાવી નાખનાર હતું. કરૂણાને તોડીને મારીને વેરવિખેર કરવામાં આવી હોવાના દ્રશ્યો હતા. નાના બાળકોનું રુદન અને કેડમાં બાળક સાથે આંખમાંથી આંસુ સારતી માતાની કોઈ કદર કરનાર કે માન આપનારા શાસકપક્ષ કે વિપક્ષનો નેતા જોવા મળતો નહતો. અધિકારી નિયમને વળગી ગયા હતા. કૉંગ્રેસે હવે બનેલી ઘટના બાદ રોષ ઠાલવ્યો છે. કોંગ્રેસના મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા પાસે સમય જ નથી.

લાગવગવાળાઓને મકાન મળ્યું છેઃ શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસમાં સાચા લાભાર્થીઓ નથી. ભાડૂઆતો સાચા લાભાર્થી છે પણ તેને મકાન મળ્યું નથી અને મામા માસીના લોકોને મકાનો આપી દેવામાં આવ્યા છે. ભાવનગરમાં 271 મકાનો છે. તો સમગ્ર ગુજરાત નહીં સમગ્ર દેશમાં કૌભાંડ હશે. આ બહુ મોટા કૌભાંડમાં ગરીબ લાભાર્થી આજે ગરીબ અને ભાડે રહેવા મજબુર બન્યો છે. અન્ય મિલકત ધરાવનાર લોકોને રોકાણ કરવા આવાસો ખરીદી લીધા છે. આવાસમાં મોટું કૌભાંડ હોવાથી અમે SITની રચના કરીને સમગ્ર દેશમાં તપાસ થાય તેવી અમારી માંગ છે.

શાસક લુલો બચાવ કરવા ઉતર્યુંં પણ ફાળવણી થઈ તે નિષ્પક્ષ થઈ તે સવાલઃ ભાવનગર એરપોર્ટ રોડ સુભાષનગર આવેલા પ્રધાનમંત્રી આવાસમાં ગેરલાયક હોવાનું ખુદ કમિશનરની રેહબારી હેઠળ તપાસ બાદ નોટિસ અને એક્શન લેવામાં આવી રહી છે. 271 ભાડાના મકાન જ સાબિતી આપે છે કે, લાભાર્થી અન્ય સ્થળે રહે છે અને તેની પાસે રહેવાની વ્યવસ્થા છે. જ્યારે ભાડે આવનારા વ્યક્તિઓ પાસે કોઈ મકાન મિલકત નથી તે સાબિત થાય છે.

આ પણ વાંચો Junior Clerk Paper Leak scam: પેપર લીક કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લો ફરી એકવાર ચર્ચામાં

જે કાર્યવાહી થશે તે કરાશેઃ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુ ધામેલિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા દેશના ગરીબ લોકોના ઘરના ઘરની ચિંતા કરીને પ્રધાનમંત્રી આવાસ બનાવ્યા છે. જે વ્યક્તિને પોતાના નામ ઉપર એક પણ મિલકત ન હોય તેવા લોકોને મકાન ફાળવવામાં આવ્યા છે. કૉંગ્રેસની પદ્ધતિ રહી છે વિરોધ કરવાની. હાલમાં મહાનગરપાલિકાએ નોટીસ આપી છે. કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.