ભાવનગર શહેરમાં વર્ષ 2021માં માતા પુત્રની એકબીજાની સામે જ હત્યા કરવામાં (Bhavnagar Mother Son Murder Case) આવી હતી. તેના કારણે સમગ્ર શહેર હચમચી ગયું હતું. ત્યારે પોલીસે આરોપી હેમલ શાહને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આખરે દોઢ વર્ષ પછી કોર્ટે (District and Session Court) આ આરોપીને આજીવન કેદની સજા ફટકારી (Murder Case accused sentenced life Imprisonment) છે.
રેશમી દોરીના આધારે ઉકેલાયો હત્યાનો ભેદ આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરમાં દોઢ વર્ષ પૂર્વે તખ્તેશ્વર પાસે એક ફ્લેટમાં એક મહિલા અને તેના પુત્રની હત્યા થઈ હતી. 13 વર્ષના બાળકનો મૃતદેહ અને મહિલાના મૃતદેહ (Bhavnagar Police) મળ્યા બાદ પોલીસે એક રેશમી દોરીના પગલે હત્યાનો ભેદ ઉકેલીને ફ્લેટ માલિક હેમલ શાહને ઝડપી લીધો હતો. ભાવનગરના ચકચારી કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની (Murder Case accused sentenced life Imprisonment) સજા (District and Session Court) ફટકારી છે.
ઘટના ક્યાં બની અને ડબલ મર્ડરનો ખ્યાલ શહેરમાં 8 જુલાઈ 2021ના રોજ ગોદડામાં વિંટેલી હાલતમાં વરતેજ નજીકથી 13 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. તેને લઈને વરતેજ પોલીસમાં (Vartej Police Station) ફરિયાદ નોંધાઈ હતી. તે જ દિવસે ભાવનગરના તખ્તેશ્વર પાસે એક ફ્લેટમાં ગોદડામાં વિંટેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ તપાસમાં ખૂલ્યું હતું કે, મૃતક મહિલા અને બાળક બંને માતાપુત્ર (Bhavnagar Crime News) હતા.
ક્યારે બની રાત્રે ઘટના અનેં કેવી રીતે હત્યા ભાવનગરમાં એક ફ્લેટમાં મૂળ મહારાષ્ટ્રીયન અંકિતાબેન જોષી અને તેનો 13 વર્ષનો પુત્ર શિવમ રહેતા હતા. તેઓ ભાવનગર હેમલ શાહ નામના વ્યક્તિ પાસે આવ્યા હતા. હેમલ શાહ અને અંકિતાબેન વચ્ચે મિત્રતા હોય અને વારંવાર બંને મળતા હોવાના કારણે તેઓ 8 જુલાઈએ પોતાની માલિકીના એક ફ્લેટમાં સાથે રહ્યા હતા. ત્યારે રાત્રે બોલાચાલી બાદ તે જ રાત્રે આરોપી હેમલ શાહે ઉશ્કેરાઈને અંકિતાબેનને સૂયાનો ઘા અને બાદમાં છરીના ઘા મારીને મૃત્યુ (Bhavnagar Mother Son Murder Case) નીપજાવ્યું હતું.
હેમલ શાહે શા માટે ઉશ્કેરાઈ કરી હત્યા તખતેશ્વર તળેટીના એક ફ્લેટમાં 8 જુલાઈએ મૃતક અંકિતા જોષી રાત્રે 2 વાગ્યે અન્ય કોઈ શખ્સ સાથે ફોનમાં વાતચીત અને ચેટ કરતાં હતાં. ત્યારે આ મામલે આરોપી હેમસ શાહે અંકિતા જોષીના અન્ય વ્યક્તિ સાથેના સંબંધ હોવાથી ઝઘડો કર્યો હતો. તેને લઈને અંકિતાબેને કહ્યું હતું કે, તું મારા બોયફ્રેન્ડ સાથે સબંધ બગાડીશ. મારે કાલે સ્ફૂટી લેવાની છે. તું આપ 1 લાખ રૂપિયા. આમ, અંકિતાબેન કિંમત વધારતા ગયા અને હેમલ શાહ ઉશ્કેરાઈને સૂયા વડે હુમલો (Bhavnagar Crime News) કર્યો અને બાદમાં છરી વડે અંકિતાબેન અને શિવમને હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો હત્યારી માતાની CCTVમાં ખુલી પોલ, 2 માસની દીકરીને ત્રીજા માળેથી ફેકી દીધી
મૃતદેહોને સગેવગે કેવી રીતે કર્યા હેમલે 8 જુલાઈએ જ હેમલ શાહે અંકિતાબેનની હત્યા કર્યા બાદ શિવમની પણ હત્યા કરી કરી હતી. અંકિતાબેનના મૃતદેહને ગોદડામાં વીંટીને રેશમની દોરીથી બાંધી ફ્લેટમાં રાખી મૂકી હતી. જ્યારે વહેલી સવારે 4 વાગ્યે પોતાની કારમાં શિવમના મૃતદેહને ગોદડામાં રેશમની દોરીથી બાંધીને વરતેજ નજીક મામા કા ધાબા ઓટલા પાસે અવાવરું જગ્યામાં ફેંકી આવ્યો હતો. જોકે, પોલીસને બંને મૃતદેહ એક દિવસે મળતા અને ગોદડા પર એક સરખી રેશમની દોરી બાંધેલી હાલતમાં (Bhavnagar Crime News) મળતા રેશમની દોરીની સરખામણી કરતા હેમલ શાહ ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચો સોલા હત્યા કેસમાં ખુલાસો, યુવતીની છેડતીને લઈને યુવકની હત્યાનું કાવતરું
કોર્ટે શુ સજા ફટકારી હેમલ શાહને સમગ્ર ઘટનામાં પોલીસે હેમલ શાહને ઝડપી લીધા બાદ ભાવનગર જિલ્લા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં કેસ (District and Session Court) ચાલી જાતા જજ એલ. એસ. પીરઝાદાએ 36 સાહદો, 58 દસ્તાવેજો તેમજ દલીલોને આધારે 302 કલમ મુજબ આજીવન કેદની સજા ફટકારી (Murder Case accused sentenced life Imprisonment) 10 હજારનો દંડ કર્યો હતો . તો 201 કલમ મુજબ પાંચ વર્ષની સજા ફટકારીને 5000 નો દંડ પણ (Bhavnagar Crime News) ફટકાર્યો હતો.