ભાવનગર સમય બદલાય સંજોગ બદલાય પરંતુ ખેડૂતોના પાકના ભાવ કયારે નહીં બદલાય. કારણ કે, મહા મહેનત કર્યા પછી પણ ખેડૂતોને પરસેવા સીવાઇ કઇ જ હાથમાં આવતું નથી. જેના કારણે ખેડૂતોની રજૂઆત છે કે જો જંત્રીના દર વધે રાતોરાતતો ખેડૂતોએ પકવેલા પાકના ભાવ કેમ ના વધે ભાવ. પરંતુ આ સરકાર કાન વિહોણી થઇ ગઇ છે. તેને જે સાંભળું છે તે જ સંભળાઇ છે એવું જોવા મળી રહ્યું છે.
ડુંગળી પકવવામાં મોખરે: ભાવનગર જિલ્લો ડુંગળી પકવવામાં મોખરે વર્ષોથી રહ્યો છે. જિલ્લામાં મહુવા તાલુકો અગ્રેસર છે. મહુવા યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતોએ રોષ વ્યકત કરીને સરકારને નિકાસ કરવા અને ભાવ આપવા માંગ કરી છે. ખેડૂત આગેવાનો આક્ષેપો કરી રહ્યા છે. હાલમાં ડુંગળીના ભાવ ખેડૂતોને માત્ર બે રૂપિયા કિલો મળતા ખેડૂતો નારાજ થયા છે. જો કે ખેડૂત આગેવાને બળવો કરવાની ચિમકી ઉચ્ચારી દીધી છે.
આ પણ વાંચો Health Tips: બેવડી ઋતુમાં શું ભોજન લેવાય એ અંગે નિષ્ણાંતે આપ્યો અભિપ્રાય
આવક અને ભાવ: ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં રોજની પોણા ત્રણ લાખ ગુણી ડુંગળીની આવક થઈ રહી છે. ડુંગળીની આવક તાલુકામાં થયેલા સારા પાકને કારણે થઈ રહી છે. ખેડૂતોએ માંગ કરી છે કે હાલમાં ભાવ નબળી ગુણવત્તાના 20 કિલોના માત્ર 50 રૂપિયા અને સારી હોય તો 150 થી વધારે મળતા નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં ખેડૂતને કરેલા ખર્ચનો પણ 50 ટકા હિસ્સો પણ ગુમાવવો પડી રહ્યો છે. સરકાર નિકાસ વધારે અથવા તો કોઈ વિકલ્પ શોધો તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
આ પણ વાંચો: Plastic Bag: પ્લાસ્ટિકની થેલી માપવાનું પણ હવે યંત્ર, કરે છે આ રીતે કામ
ચાલુ વર્ષે મબલખ પાક થયો છે. ડુંગળીનો વધુ આવક હોવાને કારણે અને બીજી તરફ મહારાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં પાકેલી ડુંગળીને લીધે ડુંગળીની માંગ ઘટી ગઈ છે. નિકાસ માટે પણ માંગ વિદેશોમાં ઓછી છે. સફેદ ડુંગળી ડિહાઇડ્રેશનમાં વપરાતી હોવાથી ત્યાં પણ માંગ નહિ હોવાના કારણે ભાવ તેના પણ નીચે છે. નિકાસ માટે રેલવે ઝડપથી ટ્રેન ફાળવે તે જરૂરી છે. ડુંગળીના ભાવ ખેડૂતોને ઊંચા 220 સુધી મળી રહ્યા છે. ગત વર્ષે પણ સરકારે સહાય ચૂકવી હતી આજેપણ જો ભાવ નહિ મળે તો સરકારે સહાય ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે-- ઘનશ્યામ પટેલ (મહુવા યાર્ડના પ્રમુખ)