ભાવનગર: ગુજરાત સરકાર એક પછી એક બંધ અને લોક ડાઉનના નિર્ણય કરી રહી છે. પરંતુ ભાવનગર માર્કેટિંગ યાર્ડના તંત્રએ 23 તારીખ સુધી યાર્ડ શરૂ રાખી અને હરાજી કરી હતી. રવિવારે જનતા કરફ્યૂના દિવસે ખેડૂતોને જાણ કરી હોવાથી ખેડૂતો યાર્ડમાં પોતાના માલ વહેચવા આવ્યા હતા. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કોરોના વાઇરસને લઇને તંત્ર સર્તક ના હોય તેવું જોવા મળી રહ્યું છે.
સરકાર રાજ્યમાં જિલ્લા તંત્રને 144 અને લોક ડાઉન કરવા આદેશ આપી રહી છે, ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો યાર્ડ શરૂ રાખીને હરાજી કરી ટોળા એકત્રિત કર્યાં હતાં. 23 તારીખે બપોરે કલેકટરે જ્યારે લોકડાઉન કર્યું છે, ત્યારે યાર્ડ હવે 24 તારીખ બંધ રહેશે. શાસક પક્ષે હજી સુધી કોઇ માહિતી નથી આપી.