ETV Bharat / state

ભાવનગર ભગવાન જગન્નાથના રથની સાફ સફાઈ શરૂ - Lord Jagannathji

ભાવનગર શહેરમાં આગામી અષાઢી બીજના દિવસે નિકળનારી ભગવાન જગન્નાથજી રથયાત્રાના રથને સાફ સફાઈ અને નાની મોટી મરામતનું કામ આરંભવામાં આવ્યું હતું. સેવકોએ રથને સાફ કરવા કર્મ કરવાનો પ્રારંભ હાથ ધર્યો હતો.

xx
ભાવનગર ભગવાન જગન્નાથના રથની સાફ સફાઈ શરૂ
author img

By

Published : Jun 16, 2021, 12:27 PM IST

  • કોરોનાને કહેર ઓછો થતા ભાવનગરમાં નિકળશે રથયાત્રા
  • રથની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી
  • રાજ્યમાં બીજા નંબરની રથયાત્રા

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં અમદાવાદ બાદ બીજી કોઈ મોટી રથયાત્રા નીકળતી હોય તે ભાવનગર શહેરમાં નીકળે છે. ગત વર્ષે કોરોનાને કારણે રથયાત્રાનું આયોજન થઈ શક્યું ન હતું પરંતુ હાલમાં ઊભી થયેલી સારી પરિસ્થિતિને જોઈ જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રા કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઇને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

રથની સફાઈ કામગીરી

રથયાત્રા નીકળવાની પહેલા જ સમગ્ર તૈયારીઓ આદરી દેવામાં આવતી હોય છે. સૌપ્રથમ રથની મરામત અને રથની સફાઇ હાથ ધરવામાં આવે છે. મંગળવારે ભગવાન જગન્નાથજીના રથની સાફ-સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સેવકો દ્વારા રથની સાફ-સફાઈ કરાઈ હતી રથમાં નાની મોટી મરામત પણ કરવામાં આવી હતી. રથયાત્રા પહેલા રથને સંપૂર્ણ સજ્જ કરવાનું કામ મંગળવારના દિવસે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ગાંધીનગરમાં રથયાત્રા યોજવી કે નહીં તે અંગે સમિતિ દ્વારા સોમવાર સુધી લેવાશે નિર્ણય

રાજ્યની બીજા નંબરની રથયાત્રા

ભાવનગર રાજ્યમાં બીજા નંબરની રથયાત્રા હોય ત્યારે લાકડાના બનાવેલા રથમાં ભગવાને નાગર યાત્રા ખૂબ ધામધુમથી નિકળે છે. લાકડાના રથને બનાવવા વાહન પર આશરે 11 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : jagannath Rathyatra: આ વર્ષે રથયાત્રા કાઢવી કે નહીં તેને લઈને તંત્રમાં ધમધમાટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.