ભાવનગર: ફાયનાન્સમાં લેવાયેલા વાહનો પાછા ખેંચાયા હોઈ તેવા વાહનોની ડુપ્લીકેટ RC બુક બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ભાવનગર LCB અને પેરોલ ફ્લો સ્કોર્ડ દ્વારા શ્રી મોટર્સની ઓફિસમાંથી ડુપ્લીકેટ આરસી બુક બનાવતું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જે બાદ કાર્યવાહી કરતાં આ કૌભાંડના તાર અમદાવાદ સુધી સંકળાયેલા હતા.
આરસી બુક બનાવતું કૌભાંડ: ભાવનગર એલસીબી અને પેરોલ ફ્લો સ્કોર્ડ દ્વારા વરતેજ પીજીવીસીએલ કચેરીની સામે કન્ટેનરમાં શ્રીજી મોટર્સ માંથી શ્રીજી મોટર્સના હિમાંશુ હર્ષદભાઈ જગડને ઝડપીને પૂછતાછ કરતા અનેક આર સી બુક ડુપ્લીકેટ બનાવી હોવાનું સામે આવ્યું હતું. હિમાંશુ હર્ષદભાઈ જગડ પાસેથી 16 જેટલી સ્માર્ટ RC બુક મળી આવી હતી.
આ પણ વાંચો: સુરત: બોગસ આર.સી બુક બનાવતી ટોળકીની ધરપકડ
281 જેટલી સ્માર્ટ આરસી બુક જપ્ત: હિમાંશુ જગડએ પૂછતાછમાં ડુપ્લીકેટ આરસી બુક બનાવતા ધોળકાના યાસીન મુસ્તુફા મેમણ, અફઝલ મુસ્તુફા મેમણ અને અમદાવાદના ઋત્વિક પ્રકાશચંદ્ર મોદીનું નામ લીધા બાદ ત્રણેયને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે 281 જેટલી સ્માર્ટ આરસી બુક જપ્ત કર્યા છે. જ્યારે પાંચ મોબાઈલ ફોન,બે લેપટોપ અને એક પ્રિન્ટર જપ્ત કરીને ચારેય શખ્સો સામે ધોરણસર ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે પોલીસને આરોપીઓએ ગુજરાતમાં આશરે 3000 RC બુકો ડુપ્લીકેટ બનાવી હોવાનું LCB ઇન્ચાર્જ પી આઈ એસ બી ભરવાડે જણાવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદઃ વિઠલાપુર પોલીસે વાહનોની ડમી આર.સી. બુક બનાવતી ગેંગ ઝડપી પાડી
RC બુકનો માસ્ટર માઈન્ડ: LCB પોલીસે RC બુક કૌભાંડમાં ચારને ઝડપી લીધા બાદ પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે અમદાવાદ રહેતા ઋત્વિક પ્રકાશચંદ્ર મોદી મુખ્ય માસ્ટર માઈન્ડ છે. ઋત્વિક અમદાવાદ RTOમાં કામ કરતી એજનસી સિલ્વર ટચ કમ્પનીમાં 2018માં કામ કરતો હતો. ઋત્વિકને જ્ઞાન હતું કે RC બુક ડુપ્લીકેટ કેવી રીતે બનાવાય. આથી તે અન્ય ત્રણ સાથે મળીને એજન્ટ મારફત ડુપ્લીકેટ RC બુક બનાવતો હતો. જો કે ફાયનાન્સ કંપનીઓએ વાહન આપ્યા બાદ લોન પૂર્ણ થાય નહિ ત્યાં સુધી RC બુક પાસે રાખે છે ત્યારે આ ટોળકી તેવા વાહનો જેની લોન ભરપાઈ ન થતી હોય અને ફાયનાન્સ દ્વારા પાછા ખેંચાયા હોઈ તેવા વાહનોની ડુપ્લીકેટ RC બુક બનાવતા હતા અને તેને બજારમાં સાચી RC બુક જણાવતા હતા. જેથી વાહનો સહેલાઈથી વહેચાય શકે.