ETV Bharat / state

Rath Yatra 2023 : ભાવનગરમાં જગન્નાથ રથયાત્રા રૂટમાં મહાનગરપાલિકા સામે આવી ડઝન સમસ્યા

ભાવનગર રથયાત્રાના રૂટને લઈને મહાનગરપાલિકાને લગતી સમસ્યાઓ ઉપર કમિશનર, મેયર સહિતની ટીમે મુલાકાત લીધી હતી. ETV BHARAT એ સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી. જો કે એક ડઝન સમસ્યાઓ સામે આવી હતી.

Rath Yatra 2023 : ભાવનગરમાં જગન્નાથ રથયાત્રા રૂટમાં મહાનગરપાલિકા સામે આવી ડઝન સમસ્યા
Rath Yatra 2023 : ભાવનગરમાં જગન્નાથ રથયાત્રા રૂટમાં મહાનગરપાલિકા સામે આવી ડઝન સમસ્યા
author img

By

Published : Jun 17, 2023, 7:32 PM IST

ભાવનગરમાં જગન્નાથ રથયાત્રા રૂટમાં મહાનગરપાલિકા સામે આવી ડઝન સમસ્યા

ભાવનગર : જગન્નાથજી રથયાત્રાને ગણતરીના બે દિવસ આડા છે, ત્યારે ભાવનગર શહેરમાં રથયાત્રાના રૂટ પર આવતી સમસ્યાઓને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા કમિશનરથી લઈને મેયર સહિતની ટીમે નિરીક્ષણ કરતા ઢગલાબંધ સમસ્યાઓ સામે આવી હતી. દરેક વિસ્તારમાં સમસ્યાઓને લઈને નોંધ કરીને તાત્કાલિક અસરથી હલ કરવા આદેશ કર્યા હતા.

રથયાત્રા રૂટ પર નિરીક્ષણનું કારણ : ભાવનગર શહેરમાં નિકળનારી જગન્નાથજી રથયાત્રામાં હજારોની જનમેદની ઉમટી પડે છે. રથયાત્રાના બંને માર્ગ તરફ લોકોનો સમૂહ હોય છે અને રસ્તા પર જગન્નાથજી રથયાત્રામાં જોડાયેલા વાહનો હોય છે, ત્યારે રસ્તામાંના છેડે આવેલી ડ્રેનેજના ઢાંકણાઓ કે પછી સ્ટોર્મ લાઇનના ઢાંકણાઓ તૂટેલા હોય અથવા ક્યાંય વરસાદી પાણી ભરાતું જોય તો લોકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. રથયાત્રામાં પાણી ભરાવાથી, ઢાંકણા તૂટેલા હોવાથી ઈજાનો ભય તેમજ વૃક્ષોની નડતરરૂપ ડાળીઓ વગેરે મુદ્દે નિરીક્ષણ કરાયું હતું.

ભાવનગર મહાનગરપાલિકાની ટીમ સુભાષનગરથી દર્શન કરીને બહાર નીકળતા જ નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું અને ડ્રેનેજ લાઇનને લઈને કામ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાંથી આગળ ચાલીને મહિલા કોલેજ સર્કલમાં ડ્રેનેજ પ્રશ્ન, ઘોઘા સર્કલ વરસાદી પાણીના 4 જાળીયા, સરદારનગર એપાર્ટમેન્ટ જર્જરિત રહેતા નોટીસ, સરદારનગરથી શિવાજી સર્કલ વચ્ચે ડ્રેનેજ, સ્ટોર્મ લાઈનના જાળીયા, દેવરાજનગર નંદકુંવરબા કોલેજ પાસે જાળીયા તેમજ બમ્પ, ભરતનગર તખ્તેશ્વર હાઇટ્સ પાસે વરસાદી જાળીયા, સિન્ધુનગર પાસે પાણીનું અને બ્લોકનું કામ પૂર્ણ કરવા આદેશ, ચાવડીગેટ પાસે PGVCL નજીક 4 જેટલી કેબીનોનું દબાણ અને ત્યાં કરાયેલો કચરો અને દિવાનપરા જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી હતી. આમ ઉપરોક્ત સમસ્યાઓ નિરીક્ષણ કરીને દૂર કરવાના આદેશો કર્યા છે. - એન.વી. ઉપાધ્યાય (કમિશનર, ભાવનગર મહાનગરપાલિકા)

17km માર્ગ પર નિરીક્ષણ : ભાવનગરમાં મહાનગરપાલિકાના કમિશનર એન.વી. ઉપાધ્યાય, મેયર કીર્તિબેન દાણીધરીયા, ડેપ્યુટી કમિશનર અને દરેક વિભાગના અધિકારિયો સાથેની ટીમ પ્રથમ જગન્નાથજી મંદિર સુભાષનગર ખાતે પહોંચી હતી. ભગવાનના દર્શન કરીને સમગ્ર ટીમ 17 kmના માર્ગ પર નિરીક્ષણ કરવા નીકળી હતી. કમિશનર, મેયર સહિતની ટીમે 17km માર્ગ પર નિરીક્ષણ કરતા કરતા અને નોંધ અપાવતા અપાવતા નિરીક્ષણ પૂર્ણ કર્યું હતું.

  1. Rath Yatra 2023 : પાટણમાં રથયાત્રા દબદબાભેર નીકળશે, ગજરાજ, ઘોડા અને તલવારબાજીના કરતબોનું આકર્ષણ
  2. Rath Yatra 2023 : જગન્નાથજી એકમના દિવસે કરશે સોનાવેશ ધારણ, સોનાવેશની પરંપરા પાછળ ઓરિસ્સાના રાજાની કથા
  3. Bhavnagar News : ભાવનગરમાં રથયાત્રામાં કેસરીયો માહોલ કરવાં ફરી રથયાત્રા સમિતિ કામે લાગી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.