ભાવનગરઃ શહેરમાં કોરોનાને કારણે લોકડાઉન છે, પણ જીવન જરૂરિયાતની દુકાનો ખુલ્લી છે, ત્યારે ખુલ્લી રહેલી દુકાનો પર સુરક્ષાના ભાગ રૂપે પોલીસે હવે એક મીટરનું અંતર આવનારા ગ્રાહકમાં રહે માટે ચિહ્નો બનાવ્યા છે જેનું ચુસ્ત પાલન કરવા આદેશ કરાયો છે. ભાવનગરમાં આવેલી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના પગલે તંત્ર એલર્ટ બન્યું છે.
ભાવનગર પોલીસ તંત્ર સહિત જે જીવન જરૂરિયાતની દુકાનો છે. તેને ચિહ્નો બનાવી દેવામાં આવ્યા છે, એક મીટરનું અંતર બે વ્યક્તિ માટે રહે માટે દુકાન બહાર ચિહ્નો કરીને દુકાનદારને ગ્રાહકો અંતર રાખે તેવી સલાહ આપવામાં આવી છે.
નિયમોનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ચિરોડી કે સફેદ પાવડરથી ચિહ્નો બનાવવામાં આવ્યા છે. જેથી કરીને ભીડ થાય નહિ અને સંક્રમણ થતું અટકાવી શકાય.