ETV Bharat / state

ભાવનગરમાં મહેકી માનવતા : 50 ફૂટ ઉંડા બોરવેલમાંથી ગલુડિયુંનો બચાવ કરાયો - etv bharat

ભાવનગરમાં એક 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા સ્વાનના બચ્ચાને ભાવનગર ફાયરના કર્મીએ બુદ્ધિપૂર્વક ઘર બાંધવાના લોખંડના સળિયાની મદદથી બહાર કાઢીને જીવ બચાવીને માનવતાના દર્શન કરાવ્યા છે.

ગલુડિયુંનો બચાવ
ગલુડિયુંનો બચાવ
author img

By

Published : Jan 27, 2021, 11:12 PM IST

  • ધોબીની નજર અને ફાયરની મહેનતે
  • 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યું હતું ગલુડિયું
  • ભાવનગરમાં મહેકી માનવતા

ભાવનગર : માનવતા મરી નથી પરવારી, આ વાક્યને ભાવનગર ફાયર વિભાગના જવાનોએ સાર્થક કરી બતાવ્યું છે. કારણ કે, ભાવનગર શહેરમાં એક મકાનના બોરવેલમાં પડેલા 50 ફૂટ ઉંડા બોરવેલમાં સ્વાનનું બચ્ચું (ગલુડિયું) પડી ગયું અને ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યું છે. જોકે, સ્વાન બોરવેલમાં પડતું જોનારા એક ધોબી હતો. જેની નજર અને ફાયરની મહેનતે અબોલ પશુનો જીવ બચી ગયો છે.

ગલુડિયુંનો બચાવ
50 ફૂટ ઉંડા બોરવેલમાંથી ગલુડિયુંનો બચાવ કરાયો

"માનવતા મરી નથી પડી" સ્વાનનું બચ્ચું ફાયરે બચાવ્યું

ભાવનગર આમ તો સંતોની ભૂમિ છે અને માનવતાના દર્શન અહીંયા થતા આવ્યા છે. ભાવનગર જિલ્લામાં બોરવેલમાં પડેલા નાના બાળકોને બચાવવામાં સફળતા ક્યારેય મળી નથી, પણ અબોલ પશુને બચાવીને ફાયર વિભાગે પોતાની ક્ષમતાના દર્શન કરાવ્યા છે.

સ્વાનનું બચ્ચું (ગલુડિયું) ક્યા બોરવેલમાં પડ્યું

ભાવનગર શહેરના જૂના નાગનાથ મહાદેવ મંદિર પાસે બંધ મકાન સિંધી શખ્સ મુકેશભાઈ ડોડેજાના ફળિયામાં બોરવેલ છે. આ બોરવેલ ખુલ્લો છે અને 26 જાન્યુઆરીની રાત્રે 8.30 કલાકે સ્વાનનું બચ્ચું (ગલુડિયું) બોરવેલમાં ખાબક્યુ હતું. આ બનાવને લઈને જીવદયાપ્રેમીની એનિમલ હેલ્પ લાઇનને જાણ કરવામાં આવી હતી. જેમની 9 કલાકની મહેનત બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ રેસ્ક્યૂની કામગીરી શરૂ થઈ હતી.

ફાયરનું રેસ્ક્યૂ અને સ્વાનનું બચ્ચું ( ગલુડિયું) જીવિત બહાર નીકળ્યું

નાગનાથ મહાદેવ મંદિર બાજુમાં ગાંધીના ડેલામાં સેવા સમિતિના ખાંચામાં સિંધીની શખ્સન ઘરમાં રાત્રે 9 કલાકે ફાયરે રેસ્ક્યૂ શરૂ કર્યું. જીવદયાપ્રેમીઓ બાદ ફાયરે દોરડા વડે તેમજ અલગ અલગ કીમિયો અપનાવીને સ્વાનના બચ્ચાને (ગલુડિયાને) કાઢવા કમરકસી હતી. કહેવાય છેને અબોલ પશુ સાથે હંમેશા ઈશ્વર હોય છે, બસ ફાયરમાં કામ કરતા એક શખ્સને બાજુમાં બનતા મકાનનો સળિયો દેખાયો અને 40 ફૂટ લાંબા સળિયાને લાવીને આંકડી બનાવીને કોશિશ કરી તેમાં બીજી કોશિશમાં સ્વાનના બચ્ચા (ગલુડિયા)ને જીવિત બહાર કાઢવામાં આવ્યું હતું. બહાર કાઢીને સ્વાનના બચ્ચાને (ગલુડિયાને) સાફ કરવામાં આવ્યું અને પછી એનિમલ હેલ્પ વાળા દ્વારા તેની જાણવણી કરવામાં આવી હતી.

કોણે જોયું સ્વાનના બચ્ચા (ગલુડિયા)ને બોરવેલમાં પડતા અને કોની મહેનત

સ્વાન માદાએ સાત બચ્ચાઓ (ગલુડિયાને) જન્મ આપ્યો હતો, પરંતુ સ્વાનના બચ્ચા (ગલુડિયા) રમતા હતા. ત્યાં સામે ધોબીનું ઘર આવેલું છે. તેમને ઈસ્ત્રી કરી રહ્યા હતા, જે દરમિયાન સ્વાનનું બચ્ચું (ગલુડિયું) બોરવેલમાં ખાબકયુ નજરે જોયું અને જીવદયાનું કામ કરતા બ્રિજેશભાઈને જાણ કરી હતી. બ્રિજેશભાઈ અને તેની ટીમને સફળતા નહીં મળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ ગોવિંદભાઇ, અર્જુનસિંહ, હિતેન્દ્રસિંહ અને ડ્રાઈવર શનિરાજસિંહે કમરકસીને સ્વાનના બચ્ચા (ગલુડિયા)ને બચાવવામાં સફળતા મેળવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.