ETV Bharat / state

ખેડૂત આંદોલનને ભાવનગરના 12 ગામના ખેડૂતોએ આપ્યું સમર્થન

ભાવનગર જિલ્લાના બાડી અને પડવા માઇનિંગના વિરોધમાં રહેલા 12 ગામના ખેડૂતોએ દિલ્હી ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે. બાડી ગામે ધરણા કરીને પોતાનો ફાળો નોંધાવ્યો છે.

ખેડૂત આંદોલન
ખેડૂત આંદોલન
author img

By

Published : Dec 18, 2020, 8:09 PM IST

  • ખેડૂત આંદોલનને ભાવનગરના 12 ગામના ખેડૂતોએ આપ્યું સમર્થન
  • ખેડૂત આંદોલનના સમર્થનમાં ભાવનગરના ખેડૂતોએ ધરણા કર્યા
  • આ 12 ગામના ખેડૂતોએ કૃષિ કાયદાઓ હટાવવાની કરી માગ

ભાવનગર : જિલ્લાના બાડી અને પડવા માઇનિંગના વિરોધમાં રહેલા 12 ગામના ખેડૂતોએ દિલ્હી ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે. બાડી ગામે ધરણા ઉપવાસ કરીને પોતાનો ફાળો નોંધાવ્યો છે. ભાવનગરના બાડી ગામ સહિત 12 ગામની ખેડૂત સંઘર્ષ સમિતિએ પંજાબ-હરિયાણાના ખેડૂતોના સમર્થનમાં ધરણા પર બેસી ગયા છે.

farmers' movement
12 ગામના ખેડૂતોએ પંજાબ-હરિયાણાના ખેડૂત આંદોલનને આપ્યું સમર્થન

દિલ્હીમાં ચાલી રહેલા વિરોધને ભાવનગરમાં સમર્થન

ભાવનગર જિલ્લાના બાડી અને આસપાસના ગામના મળીને 12 ગામના ખેડૂતોની સંઘર્ષ સમિતિના ખેડૂતો ધરણા પર બેસી ગયા છે. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના સમર્થનમાં આ ખેડૂતો ધરણા અને ઉપવાસ પર બેસી ગયા છે. આ ખેડૂતોની માગ છે કે, કાયદાઓ કૃષિ ક્ષેત્રે થોપી દેવામાં આવ્યા છે. તે કાયદાઓ હટાવવામાં આવે તેવી માગ પણ કરી છે.

farmers' movement
ખેડૂત આંદોલનના સમર્થનમાં ભાવનગરના ખેડૂતોએ ધરણા કર્યા

ધરણા પર બેઠેલા ખેડૂતો પણ દાઝેલા કેમ?

બાડી સહિત 12 ગામના ખેડૂતોએ સમર્થન આપવા પાછળ પણ બીજું કારણ છે. રાજ્ય સરકારે સત્તાના જોરે માઇનિંગ માટે હજારો હેક્ટર જમીન ખેડૂતોને ફાળવી દેવામાં આવી છે અને હાઇકોર્ટ સુધી મામલો ગયો છે. ત્યારે ભાજપ સરકારની નીતિઓનો વિરોધ આ 12 ગામના ખેડૂતો પહેલેથી કરતા આવ્યા છે. હાલ પંજાબ-હરિયાણાના ખેડૂતોને સમર્થન આપીને ફરી કેન્દ્રની ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.