ભાવનગરઃ ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક ઉપર શિક્ષણમંત્રીના સહયોગથી દાતાઓ (Bhavnagar Donor) મારફતે હજારો ગરીબ દીકરીઓના બેન્ક એકાઉન્ટ ખોલવાનો પ્રારંભ થયો છે. પોસ્ટ ખાતામાં એકાઉન્ટ (sukanya samriddhi yojana) ખુલવાની શરૂઆત થતા વાલીઓ હર્ષભેર દોડી આવ્યા હતા. ભાવનગર શહેરમાં સુકન્યા સમૃદ્ધિ યોજના નીચે સરકારી શાળાની કન્યાઓને બેન્ક એકાઉન્ટ ખોલવા શિક્ષણમંત્રીનો મોટો પ્રયાસ હાથ ધરાયો છે.
હપ્તો દાતાઓ તરફથીઃ શહેરના પશ્ચિમની શાળાઓની દીકરીઓને બેન્ક એકાઉન્ટ ખોલી પ્રથમ હપ્તો દાતાઓ દ્વારા આપવાની શરૂઆત કરાઇ છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હજારો કન્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ સમિતિની 28 શાળાઓમાં અભ્યાસ કરતી 1 થી 5 ધોરણની દીકરીઓને નિઃશુલ્ક બેન્ક એકાઉન્ટ ખોલી આપવાનું કાર્ય શિક્ષણમંત્રીએ ઝડપ્યું છે. નગરપ્રાથમીકની 28 શાળાઓની 5 હજાર દીકરીઓને બેન્ક એકાઉન્ટ ખોલવાનો પ્રારંભ થઇ ચુક્યો છે. જેમાં એક લખાણી પરિવારે દીકરીઓના હપ્તા ભરવા માટે નિર્ણય કર્યો છે. લખાણી પરિવાર 5 હજાર દીકરીઓના ખાતા પોસ્ટમાં ખુલતા પ્રથમ હપ્તો 250 રૂપિયાનો દાતા ભરપાઈ કરવાના છે. વાલીઓએ બાદમાં વર્ષના 11 હપ્તાઓ ભરવાના રહેશે. ગરીબ દીકરીઓના પોસ્ટમાં ખાતા ખુલતા વાલીઓ હરખભેર જોડાયા હતા.