ભાવનગર મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડૉક્ટરો હડતાળમાં જોડાયાં
સૂત્રોચ્ચાર કરી સ્ટાઇપેન્ડ વધારવા કરી માગણી
અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ ઓછું સ્ટાઈપેન્ડ હોવાની રજૂઆત
ભાવનગરઃ ભાવનગર મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડોક્ટરોએ વિરોધ કર્યો હતો. ડોકટરોની રાજ્યકક્ષાની માગ હોવાથી મેડિકલ કોલેજમાં સૂત્રોચ્ચાર કરી પોતાની માગ મૂકી છે અને માગ પુરી નહીં થાય તો સાથે ચીમકી પણ ઉચ્ચારાઈ છે કે વધુ કાર્યક્રમ આગામી દિવસોમાં આપવામાં આવશે.
અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ ઓછું સ્ટાઈપેન્ડ હોવાની રજૂઆત ઇન્ટર્ન ડોક્ટરોએ શું કર્યો વિરોધભાવનગરની મેડિકલ કોલજના પટાંગણમાં મેડીકલના ઇન્ટર્ન ડોકટર મોટી સંખ્યામાં સરકારની નીતિ સામે મેદાનમાં ઉતર્યા હતાં. પટાંગણમાં તેમને સૂત્રોચ્ચાર પોકારીને પોતાની માગ મૂકી છે. માસ્ક અને ડિસ્ટન્સ સાથે સૂત્રોચ્ચાર દ્વારા પોતાની માગ કરી હતી.ડોકટરોની સરકાર પાસે શું માગ ભાવનગર મેડિકલ કોલેજમાં વિરોધ કરનારા ડોક્ટરો પોતાના સ્ટાઈપેન્ડ માટે મેદાનમાં છે. કોવિડની મહામારીમાં સૌથી વધુ કામ તેઓ કરી રહ્યાં છે ત્યારે સ્ટાઈપેન્ડ નર્સિંગ સહિત અન્ય લોકોને 15000 હજાર આપવામાં આવે છે અને અન્ય રાજ્યમાં 30 થી 40 હજાર સ્ટાઈપેન્ડ ઇન્ટર્ન ડોક્ટરોને આપવામાં આવે છે. ત્યારે ગુજરાતની સરકાર પણ આ સ્ટાઈપેન્ડ નહીં વધારે તો આગામી દિવસોમાં કાર્યક્રમ પણ આપવામાં આવશે અને ઇમરજન્સી સિવાયની સેવાથી અળગા રહેશે તેમ ડૉક્ટરોનું કહેવું છે.