ETV Bharat / state

મૂક-બધિર હોવાની એક્ટિંગ કરી 15 લાખના હીરા લઈ ગઠિયો છૂમંતર

ભાવનગર: શહેરમાં ગત મોડીરાત્રે હીરાની ઉઠાંતરી કરી ગઠિયો ફરાર થયો હતો. અજીબો-ગરીબ ઘટનામાં ફિલ્મી સ્ટાઈલે એક વ્યક્તિએ મૂક-બધિર હોવાની એક્ટિંગ કરી હીરાની ઓફિસમાં ચોરી કરી હતી. આ ઘટનાની મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 31, 2019, 4:06 PM IST

સુરત બાદ સૌરાષ્ટ્ર કક્ષાએ હીરાના હબ ગણાતા ભાવનગરમાં હીરાને લઈને વારંવાર છેતરપિંડી અને નાણાં ચૂકવવાને લઇ પોલીસ ફરિયાદો નોંધાતી હોવાના બનાવો બનેછે. ત્યારે ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં આવેલા માધવ રત્ન બિલ્ડિંગમાં એક વ્યક્તિએ મૂક-બધિર હોવાનું કહી હીરાની ઓફિસ ધરાવતા અને હીરા વ્યવસાય ક્ષેત્રે નામના ધરાવતા કલ્પેશભાઈ પોપટભાઈ વઘાસિયાની ઓફિસમાં જઈ ફાળો લખાવાનું કહી ચોરી કરી હતી.

ભાવનગરમાં હીરાની ઓફિસમાંથી 15 લાખના હીરા લઈ ગઠિયો છુ....

વેપારીના ટેબલ પર પડેલાહીરાનું પેકેટ અંદાજે 502 કેરેટ કિંમત રૂપિયા15 લાખની નજર ચૂકવીને ગઠિયો ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના માધવ રત્ન કોમ્પ્લેકસના CCTVમાં કેદ થઈ હતી.હીરાના વેપારીએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં બીજા ક્રમના અને સૌરાષ્ટ્ર કક્ષાએ હીરા ઉધોગનું હબ ગણાતા ભાવનગરમાં હીરાની ઉઠાંતરી અને વેપારીઓ સાથે છેતરપિંડીના બનાવો વારંવાર વધ્યા છે. આ અંગે હીરા ઉદ્યોગના વેપારીઓએબનાવોને લઇ વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વેપારી એસોશિયેસનેઆ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા વિચારણા હાથ ધરી છે.

Intro:ભાવનગરમાં ગત મોડીરાત્રે હીરાની ઉઠાંતરીની થયેલી અજીબો-ગરીબ ઘટના માં ફિલ્મી સ્ટાઈલે એક વ્યક્તિએ મૂક-બધિર હોવાની એક્ટિંગ કરી હીરાની ઓફિસમાં પટેલ રૂપિયા ૧૫ લાખની હીરાનું પેકેટ તફડાવી હોવાની મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાઇ છે

Body:સુરત બાદ સૌરાષ્ટ્ર કક્ષાએ હીરાના હબ ગણાતા ભાવનગરમાં હીરાને લઈને વારંવાર છેતરપિંડી અને નાણાં ચૂકવવાના કારણોને લઇ પોલીસ ફરિયાદો નોંધાતી હોવાના બનાવો નોંધાય છે પરંતુ ગત મોડી રાત્રે બનેલા એક અજીબો ગરીબ બનાવમાં ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ માધવ રત્ન બિલ્ડિંગમાં એક વ્યક્તિએ મૂક-બધિર હોવાનું કહી હીરાની ઓફિસ ધરાવતા અને હીરા વ્યવસાય ક્ષેત્રે નામના ધરાવતા હીરાના વેપારી કલ્પેશભાઈ પોપટભાઈ વઘાસિયાની નિર્મલ નગર સ્થિત માધવ રત્ન માં આવેલી ઓફિસમાં જઈ ફાળો લખાવા કહ્યું હતું અને પોતે મૂક-બધિર હોવાથી તેની સાથે તે લાવેલ બુકમાં ફાળો લખી આપવા ઓફીસના ટેબલ પર બુક મૂકી હતી અને જેમાં વેપારી દ્વારા આ અંગેની વિગતનું વેંચાણ કરવામાં આવે તે જ સમય દરમ્યાન વેપારીના ટેબલ પર મૂકેલી બુકની બાજુમાં પડેલ હીરાનું પેકેટ અંદાજે 502 કેરેટ કિંમત રૂ 15 લાખ ની નજર ચૂકવીને ગઠિયો ફરાર થઈ ગયો હતો જો કે આ તમામ બાબતો માધવ રત્ન કોમ્પ્લેકસના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ હતી પરંતુ ગઠિયાએ લાલ ટોપી પહેરી હોવાથી તેના ચહેરાની ઓળખ થવા પામી ન હતી પરંતુ પોલીસે નેત્ર મારફત ગઠિયાના લોકેશનને ઝડપી પાડવા પ્રક્રિયા હાથ ધરી છે.આ બનાવ અંગે મોડી રાત્રે કલ્પેશભાઈ પોપટભાઈ વઘાસીયાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ કહી ટેબલ પર પડેલ 15 લાખના હીરા ના પેકેટ ની ઉઠાંતરી કર્યાની એ ડિવિઝન પોલીસને ફરિયાદ આપી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બીજા ક્રમના અને સૌરાષ્ટ્ર કક્ષાએ હીરા ઉધોગનું હબ ગણાતા ભાવનગરમાં હીરાની ઉઠાંતરી અને વેપારીઓ સાથે છેતરપિંડીના બનાવો વારંવાર વધ્યા છે આ અંગે હીરા ઉદ્યોગના વેપારી જગતમાં પણ વારંવાર બનતા આવા બનાવોને લઇ વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વેપારી એસોસિયેશનનોએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા પણ વિચારણા હાથ ધરી છે તો બીજી તરફ પોલીસને પણ આ દિશામાં મક્કમ અને કાયદાકીય કડક કાર્યવાહી હાથ ધરવા પણ ડાયમંડ એસોસિયેશન તરફથી ટૂંક સમય માં રજૂઆત થાય તેમ મનાઈ રહ્યું છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.