ભાવનગર: જિલ્લાના તળાજામાં ધારાસભ્યના પુત્રની કારને ઓવરટેક કરવા જતાં પોલીસ કર્મી બાઇક ચાલક કાબુ ગુમાવતા રસ્તા પરથી ઉતરી ગયું હતું. આ બનાવ બાદ ધારાસભ્યના પુત્ર પાછળ જઈને પોલીસ કર્મીએ ગાળો આપી હુમલો કર્યાની ફરિયાદ ધારાસભ્યના પુત્રએ નોંધાવી છે. જો કે આ બનાવમાં સામે ફરિયાદના બીજા દિવસે પોલીસ કર્મીએ ધારાસભ્યના પુત્ર નહીં પરંતુ તેના અનુયાયીઓ સામે નોંધાવતા રાજકારણ ગરમાયું છે.
"સાત તારીખના રોજ શૈલેષ ધાંધલિયા દ્વારા નોંધાવેલ પોલીસ ફરિયાદમાં હાલ 4 ની અટકાયત કરી લેવામાં આવી છે. એક હજુ પકડની બહાર છે. જ્યારે પ્રથમ ગૌરવ ચૌહાણની ફરિયાદને પગલે શૈલેષ ધાંધલીયા ઇજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવારમાં છે. તેની સામે પણ આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. જો કે સામસામેના પોલીસ ફરિયાદને પગલે રાજકીય નેતાઓ અને પોલીસ કર્મચારીઓ આમને સામને થઈ ગયા હોય તેવો માહોલ સર્જાયો છે"--(તળાજા પોલીસ સ્ટેશનના પીઆઇ એ આર વાળા)
પોલીસકર્મી સામે નોંધાવી: ભાવનગર જિલ્લાના તળાજા ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણ તારીખ 3 તારીખના રોજ દીપ હોટલ થી ફાર્મટેક વચ્ચે ઇનોવા કાર લઈને જઈ રહ્યો હતો. પાછળથી બાઈક લઈને આવી રહેલા બે ચાલકોએ રોંગ સાઈડમાંથી સાઈડ કાપવા જતા કાબુ ગુમાવ્યો હતું. આ બંને બાઈક ચાલક શક્તિ બેટરીની દુકાન પર ફરી એકઠા થઈ જતા ગૌરવ ચૌહાણ સાથે બોલાચાલી કરીને ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ ગૌરવ ચૌહાણ એ તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જો કે ફરિયાદમાં ગૌરવ ચૌહાણ શૈલેષ ધાંધલીયા અને એક અજાણ્યા સામે ફરિયાદ નોંધાવી છે.
કચેરીમાં આર્મ કોન્સ્ટેબલ તરીકે ફરજ: તળાજામાં ત્રીજી તારીખના રોજ બનેલા બનાવને પગલે ધારાસભ્યના પુત્ર ગૌરવ ચૌહાણે 6 તારીખના રોજ ફરિયાદ નોંધાવ્યા બાદ બીજા દિવસે 7 તારીખના રોજ બાઈક ચાલક શૈલેષ ધાંધલીયા જે ભાવનગર પોલીસ વડી કચેરીમાં આર્મ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેને તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ત્રણ તારીખના બનેલા બનાવવામાં તેના સગાના ફોન આવતા તેઓ તળાજા ધારાસભ્ય ગૌતમભાઈને મળવા માટે આવ્યા હતા. તે નહીં મળતા રાત્રી દરમિયાન તેઓ તળાજાની પાલીતાણા ચોકડી અને બાદમાં મહુવા ચોકડી જતા હતા.
આ પણ વાંચોઃ
- Bhavnagar news: ભાવનાગર મનપાના આરોગ્ય અને સોલીડવેસ્ટના 12 કર્મચારીઓએ એકસાથે રાજીનામાં ધર્યા, માનસિક ટોર્ચરનો આરોપ
- Bhavnagar news: માથા પર "દૂધ"ની ધારાથી શારીરિક સમસ્યામાંથી થાય છે છુટકારો, જાણો શું છે આયુર્વેદિક પદ્ધતિ
- Bhavnagar news: ભારે વરસાદમાં 50થી વધુ મુસાફરોની જિંદગી સાથે મોતનો ખેલ, જાણો સમગ્ર મામલો
નાસી છૂટ્યા: અજાણ્યા બે બાઈક ચાલકે પાછળથી આવીને હુમલો કર્યો હતો. બે બાઈક ઉપર આવેલા પાંચ શખ્સોએ ગૌરાંગભાઈ ઉપર હુમલો કર્યો છે. જાનથી મારી નાખવો પડશે તેમ બોલતા હતા. જો કે રસ્તા ઉપરથી દોડીને શૈલેષ ધાંધલીયા સતનામ ધાબામાં પહોંચી ગયા હતા. જ્યાં વધુ લોકોને કારણે આ પાંચ લોકોએ ધોકા પાઇપ વડે હુમલો કર્યા બાદ ત્યાંથી નાસી છૂટ્યા હતા. પોલીસ કર્મચારી શૈલેષ ધાંધલીયાએ ઋત્વિક,સંજય, જાડિયો અને અજાણ્યા બે શખ્સો સામે તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે શૈલેષ ધાંધલીયાને પ્રથમ તળાજા અને બાદમાં ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. તેમ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.