ભાવનગર : ભાવનગર શહેરમાં તાજેતરમાં બે બનાવોમાં બહારગામથી આવતા ભાવનગરના શખ્સો મુસાફરી દરમ્યાન લૂંટાયા હતાં.લૂંટાયેલા શખ્સોએ નોંધાવેલી ફરિયાદ બાદ ભાવનગર LCBએ બાતમીના પગલે નારી ચોકડીથી માસ્ટરમાઇન્ડ કેદીને ઝડપવામાં સફળતા મળી હતી. આરોપી પકડાયો તો એવી અધધ વિગતો બહાર આવી કે ગુનાખોર આરોપીના કરતૂતોની લાંબી વાત માંડવી પડે.
પ્રવાસી ભાનમાં આવતાં ચોરીની જાણ થતી : ભાવનગરવાસીઓ અમદાવાદ કે વડોદરાથી બસમાં આવતા લૂંટાઈ જવાના કિસ્સાઓ બનેલા છે. પ્રવાસી વડોદરા કે અન્ય શહેરમાંથી બસમાં બેઠાં બાદ ભાવનગર બેભાન હાલતે પહોંચતો હતો. આથી પ્રવાસીને હોસ્પિટલ ખસેડવામાં આવતો હતો. ભોગ બનેલો પ્રવાસી મુસાફરી દરમ્યાન અજાણ્યા સખ્સ સાથે મિત્રતા બાદ પીધેલા ઠંડાપીણા પછી તેને કશું ખ્યાલ રહેતો ન હતો. ભાવનગરમાં ભાનમાં આવતા તેની ચીજો ચોરાઈ હોવાનું માલુમ થતું હતું. ભાવનગર એલસીબી પોલીસે આ માસ્ટરમાઈન્ડ આરોપીને ઝડપીને ફુલસ્ટોપ ઘટનાઓ પર માર્યું છે.
નારી ચોકડીએથી ઝડપાયો : ભાવનગર એલસીબી પોલીસને મળેલી બાતમી મળી કે આછા પોપટી રંગના ટીશર્ટ તથા નેવી બ્લુ રંગુનું જીન્સ પેન્ટ પહેરેલ એક સખ્સ નારી ચોકડીછી અમદાવાદ વડોદરા હાઇવે તરફ જતા રસ્તે ઉભો છે. આ શખ્સ પાસે સોનાના દાગીના હોય તે વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે. સોનાના દાગીના તે કોઇ પણ જગ્યાએથી ચોરી કરીને અથવા કપટથી મેળવ્યા હોવાની શંકા થતાં પોલીસે સ્થળ પર પોહચી શખ્સની પૂછપરછ કરી હતી. તેની પાસે રહેલા સોનાના દાગીનાના આધાર પુરાવા આપવામાં અસમર્થ રહેતા CRPC 102 મુજબ તપાસ કરીને અટકાયત કરી મુદ્દામાલ સાથે વરતેજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. જો કે પકડાયેલો આરોપી નિતીન રમેશભાઇ ભટ્ટ ઉમર વર્ષ 50 ધંધો મજૂરી રહેવાસી વિનાયકનગર, માધાપર ચોકડી પાસે, જામનગર રોડ, રાજકોટ શહેરની ઓળખ થઇ હતી. જ્યારે તે મૂળ રહેવાસી ત્રિકોણબાગ ગુજરાત હાઉસીંગ બોર્ડ, ગોંડલ, રાજકોટ જિલ્લાનો હોવાનું ખુલ્યું હતું.
ભાવનગર એલસીબી પોલીસે આરોપી પાસેથી ચલણી નોટો 79 કુલ કિંમત 39,500, બેભાન કરવાની પાવડેની પડીકી નંગ 3, Lorazepam Tablets I.P. 2 mg Ativan 2mg લખેલ લાલ રંગનું દવાના પાનામાં રહેલી ટીકડી 24, મોબાઇલ 1 જેની 3 હજાર કિંમત, અલગ કંપનીના 5 સીમકાર્ડ, સોનાની સાદી ફુલની ડીઝાઇનવાળી વીટી 1 કિંમત 35,500, સોનાની સફેદ નંગવાળી વીંટી 1 કિંમત 38,050, સોનાની રૂદ્રાક્ષના પારાવાળી પોચી જેની કિંમત 1,013,00 મળીને કુલ 2,17,350નો મુદ્દામાલ કબ્જે લીધો છે...આર. વી. ડામોર (ડીવાયએસપી)
સનસનીખેજ ગુનાઓની યાદી : ભાવનગર એલસીબી પોલીસની પૂછતાછ અને શોધવામાં આવેલા ગુન્હામાં નિતીન ભટ્ટ સામે વરતેજ,નિલમબાગ પોલીસ સ્ટેશન ભાવનગર જિલ્લો તેમજ સુરેન્દ્રનગર,ચોટીલા પોલીસ સ્ટેશન,ભરૂચ,પાલેજ પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર,એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 328 અને 379 હેઠળ ગુન્હા નોંધાયેલા છે. જ્યારે કબૂલાતમાં તેણેે ઉના અમદાવાદ બસમાં વિટીની ચોરી, જૂનાગઢથી અમદાવાદ જતી બસમાં રોકડ 6 હજાર તથા સોનાની વિટી, પાલનપુરથી અમદાવાદ જતી બસમાં રોકડ 7 હજાર અને સોનાની વિંટી 1 તથા સોનાનો ચેઇન 1, પાલનપુરથી અમદાવાદ બસ, ઉના બસ સ્ટેન્ડ પાસેથી ખાનગી બસમાં, મહેસાણાથી સુરત જતી ખાનગી બસમાં, બગસરાથી અમદાવાદ જતી એસ.ટી. બસમાં, અમરેલીથી સુરત જતી ખાનગી બસમાં,ૂજુનાગઢથી અમદાવાદ સરકારી બસમાં, પાલનપુરથી સુરત સરકારી બસમાં અને સુરતથી કલોલ જતી સરકારી બસમાં પ્રવાસીને ઠંડા પીણામાં ટીકડીનો પાઉડર પીવડાવી બેભાન કરીને રોકડ અને સોનાની ચીજોની ચોરીની કબૂલાત આપી છે.
મોડેસ ઓપરેન્ડી : ભાવનગર એલસીબી પોલીસે પકડેલો નિતીન ભટ્ટ બસમાં મુસાફરી કરતાં માણસો સાથે પરિચય કેળવી પોતાની બોલવાની કળા અને અદાનો ઉપયોગ કરીને મીઠી મીઠી વાતો કરી સામેવાળી વ્યક્તિને પ્રભાવિત કરતો હતો. બાદમાં સ્ટોપેજ આવતા સામેવાળા વ્યક્તિને ઠંડુ પીવડાવવાનું કહીને પોતાની પાસે રહેલ પાવડર ઠંડા પીણાામાં ભેળવી પ્રવાસીને બેભાન કરતો હતો. પીણું પીધા બાદ પ્રવાસીને ઘેન ચડતા પોતાની સીટ પર બેસી ગયા બાદ નિતીન તેની પાસે બેસીને મુસાફરોના ખિસ્સામાંથી રોકડ રૂપિયા તથા શરીરે પહેરેલ સોનાના દાગીનાઓ ચોરી લેતો હતો. ત્યાર બાદ અધવચ્ચે રસ્તામાં ઉત્તરીને છૂમંતર થઈ જતો હતો. લોકોને પ્રવાસી સૂઈ ગયા હોય તેવું લાગતું હતું. આમ આ પ્રકારની નિતીનની મોડેસ ઓપરેન્ડી રહી છે.
જેલનો કેદી પરંતુ પેરોલમાં બહાર આવી કારનામાં : ભાવનગર એલસીબીએ નિતીન ભટ્ટને પકડ્યા બાદ તેની જાણકારી મેળવતા તેની સામે અલગ અલગ જિલ્લાઓમાં 328,379 હેઠળ ગુન્હા નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. જો કે નિતીન ભટ્ટને અમદાવાદ શહેર,એલીસબ્રિજ પોલીસ સ્ટેશનના ગુન્હા નોંધાયેલી IPC 328,379 મુજબના ગુન્હાના નામદાર સિટી સિવિલ કોર્ટ નંબર-5, એડી સેશન્સ જજ અમદાવાદ દ્વારા 26/09/2019 ના રોજ આઠ વર્ષની સજા ફટકારી છે. જેમાં આરોપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો હતો. તારીખ 8/8/2022 ના દિવસથી 14 દિવસની ફર્લો રજા ઉપર ગયો હતો. ત્યાર પછી જેલમાં હાજર થયો ન હતો અને અને ફરાર થઇને ઉપર મુજબના ગુન્હાઓ આચર્યા હતાં.