ભાવનગર: ઉનાળાના પ્રારંભમાં લીંબુની માંગ ખૂબ વધી જાય છે કારણ કે વિટામિન C આપતા લીંબુની કિંમત ખૂબ જ હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઉનાળાની સિઝનમાં લીંબુની માંગમાં વધારો જોવા મળ્યો જ નથી. જૂનમાં મહિનો આવતાની સાથે જ લીંબુનો પાકનું ઉત્પાદન સામે માંગ એકદમ ઘટી ગઈ છે. જેના કારણે ઉનાળામાં મોંઘાદાટ બનતા લીંબુ ઉનાળાની પૂર્ણાહુતીએ પણ ખેડૂતોને બે પૈસાની કમાણી કરાવી શક્યા નથી. ત્યારે શું છે તેની પાછળના કારણો ચાલો આપણે જાણીએ.
200 રૂપિયા કિલો લીંબુ: ઉનાળામાં 100 રૂપિયા પર જતાં લીંબુની સિઝન કેવી રહી ઉનાળાનો પ્રારંભ જાન્યુઆરી બાદ શરૂ થઈ જાય છે. જાન્યુઆરીના અંતથી લઈને ફેબ્રુઆરી માર્ચ સુધી લીંબુના ભાવ ઉંચાઈ પર જતા હોય છે. લીંબુના ભાવ 100 રૂપિયા થી લઈને 200 રૂપિયા કિલો સુધી પહોંચી જાય છે. પરંતુ આ વર્ષે સીઝનમાં થોડા સમય માટે જ 100 રૂપિયા આસપાસ લીંબુના ભાવ પહોંચ્યા હતા.પરંતુ બાદમાં લીંબુના ભાવ નીચા ઉતરતા ગયા જેને કારણે ખેડૂતોને લાંબા સમય સુધી લીંબુમાંથી થતી કમાણી અટકી ગઈ છે. જો કે તેની પાછળના કેટલાક કારણો પણ સામે આવ્યા છે.
"પંદર દિવસ પહેલા લીંબુની માંગ સારી હતી. 20 રૂપિયા થી લઈને 50 રૂપિયા સુધી લીંબુ જતા હતા. હરિયાણા મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં માંગ હોવાને કારણે ભાવ મળ્યા હતા. પરંતુ છેલ્લા 15 દિવસ જે રાજ્યમાં માંગ હતી ત્યાં અન્ય રાજ્યની આવક શરૂ થવાથી અને માંગ વાળા રાજ્યોમાં કમોસમી વરસાદને પગલે માંગ ઘટી ગઈ છે. જેથી ભાવનગરમાં લીંબુના ભાવ ઘટી ગયા છે અને 9 થી લઈને 25 રૂપિયા કિલો થઈ ગયા છે"-- અરવિંદ ચૌહાણ (ઇન્ચાર્જ,સેક્રેટરી,ભાવનગર યાર્ડ)
લીંબુની બજાર: અન્ય રાજ્યમાં માંગ ઘટી મોસમના કારણે કેમ ભાવનગર જિલ્લામાં લીંબુની આવક ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વધારે પ્રમાણમાં હોય છે. જો કે આ ગાળા દરમિયાન સમગ્ર દેશમાં લીંબુની આવક હોતી નથી. ત્યારે ભાવનગર જિલ્લાના લીંબુ હરિયાણા,પંજાબ,દિલ્હી વગેરે જેવા રાજ્યોમાં જતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં થયેલા કમોસમી વરસાદને કારણે પંજાબ હરિયાણા અને દિલ્હી જેવા વિસ્તારોમાં તાપમાનમાં આવેલા ઘટાડાથી લીંબુની માંગ ઘટી ગઈ હતી. જેને કારણે 100 રૂપિયા પહોંચેલા લીંબુ ધીરે ધીરે નીચે આવી ગયા હતા. આ કારણે લીંબુની બજાર ચાલુ વર્ષે ખૂબ જ નરમ રહી છે.
50 ટકાનો ઘટાડો: લીંબુના ભાવ અને હાલમાં આવક કેવી લીંબુની ભાવનગર જિલ્લામાં લીંબુની આવકને પગલે શરૂઆતમાં ભાવ 50 રૂપિયા ઉપર રહ્યા હતા. ધીરે-ધીરે 100 રૂપિયા સુધી પહોંચ્યા હતા. પરંતુ જે રીતે વરસાદ સમગ્ર દેશમાં થયો તેને કારણે ભાવનગરના લીંબુની માંગ ઘટી ગઈ હતી.જેથી ભાવો નીચા ઉતરી ગયા હતા. હાલના સમયમાં અન્ય રાજ્યમાં માંગ નહીં હોવાને કારણે લીંબુના ભાવ 9 થી લઈને 25 રૂપિયા કિલો થઈ ગયા છે જો કે 15 દિવસ પહેલા લીંબુના ભાવ 25 થી 50 રૂપિયા વચ્ચે હતા.
સોડાના ભાવ વધશેઃ જેમાં સીધો જ ઘટાડો 50 ટકાનો આવી ગયો છે આથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.ત્યારે લીંબુ શરબત અને સોડાના ભાવમાં કોઈ ઘટાડો આવ્યો નથી. 12 થી 15 રૂપિયાની સોડા અને શરબત હાલમાં પણ વહેચાય રહ્યા છે. સ્વાભાવિક છે લીંબુની ઘટતી આવક સમયે સોડા અને શરબતના ભાવમાં ડબલ થઈ જતા હોય છે.