ETV Bharat / state

Accident in Alang : અલંગમાં મજૂરોની સુરક્ષાના મુદ્દે વર્કર્સ એસોસિએશન લાલઘૂમ, GMBને ફરિયાદ છતાં ઘટનાઓ રોકાતી નથી - અલંગમાં મજૂરોની સુરક્ષા

ભાવનગરનું અલંગ શિપબ્રેકીંગ યાર્ડ (Bhavnagar Alang ship breaking yard)મજૂરોની સુરક્ષાને લઇને સવાલોના ઘેરામાં છે. એક મજૂરનું જહાજ ઉપરથી નીચે પટકાતા મોત થતાં વર્કર્સ એસોસિએશન (Alang Works Association )નો રોષ ફાટી નીકળ્યો છે. અનેક ફરિયાદો થયાં બાદ પણ આવી ઘટનાઓ ઘટે છે ત્યારે જીએમબી (GMB ) સામે સવાલ ઉભા થયા છે.

Accident in Alang : અલંગમાં મજૂરોની સુરક્ષાના મુદ્દે વર્કર્સ એસોસિએશન લાલઘૂમ, GMBને ફરિયાદ છતાં ઘટનાઓ રોકાતી નથી

author img

By

Published : Jan 21, 2023, 8:36 PM IST

Updated : Jan 21, 2023, 9:41 PM IST

હાલમાં V5 માં બનેલા અકસ્માતમાં મજૂરના મૃત્યુ બાદ પ્લોટમાં હજુ કામગીરી બંધ છે

ભાવનગર ભાવનગરના અલંગ શિપબ્રેકીંગ યાર્ડ વિશ્વમાં જાણીતું છે કારણ કે અહીં દેશવિદેશના મોટા મોટા જહાજો ભંગાણ અર્થે આવે છે અને તેમાં લાખો મજૂરો રોજીરોટી પણ મેળવે છે. ત્યારે મજૂરોના અકસ્માતે મોતની ઘટનાઓ પણ અનેકવાર બનતી જોવા મળી છે. જે અંગે સુરક્ષાના પગલાં લેવા અંગેે ગુજરાત મેરિટાઇમ બોર્ડ GMBને અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે. તેમ છતાં મજૂરોના અકસ્માતોની ઘટનાઓ યથાવત રહી છે.

મજૂરોની સુરક્ષાના મુદ્દે વર્કર્સ એસોસિએશન લાલઘૂમ :ભાવનગરના અલંગ સોસિયા શિપબ્રેકિંગ યાર્ડમાં મજૂરો સાથે થતા અકસ્માત સાથે મૃત્યુ જેવી ઘટનાથી વર્કર્સ એસોસિએશન લાલઘૂમ છે. ફરિયાદો બાદ પણ ઘટનાઓ ઘટે છે તો GMB સામે સવાલ ઉભા થયા છે. અલંગમાં દર વર્ષે અને પાંચ વર્ષમાં કેટલા મજૂરોના મૃત્યુ થયાં તેની ચર્ચા ઉઠી છે.

આ પણ વાંચો અલંગમાં જહાજ પરથી પટકાતા ઉત્તરપ્રદેશના મજૂરનું મોત

મજૂરોની સુરક્ષાનો સવાલ :ભાવનગર જિલ્લાનું અલંગ એશિયાનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે. ત્યારે પરપ્રાંતીય હજારો લોકો મજૂરી કરીને રોજી રોટી મેળવે છે. ત્યારે મજૂરોની સુરક્ષાનો હંમેશા સવાલ ઉઠે છે. પણ જ્યારે ઘટના બન્યા બાદ પગલાં શું લેવાય છે ? . હા, મજૂરનું જહાજ ઉપરથી નીચે પટકાતા મોત થવાના કિસ્સામાં અલંગ વર્કર્સ એસોસિએશને આવા સવાલો ઉભા કરી દીધા છે.

જહાજ ઉપરથી પટકાવાના કિસ્સામાં મજૂરના મોત બાદ શું :ભાવનગરના અલંગમાં 10 તારીખના સવાર ઉત્તરપ્રદેશના સંત કબીરનગરના રહેવાસી રમેશ યાદવની છેલ્લી સવાર હતી. આ બનાવ બાદ હજુ બીજી ઘટના ઘટી નથી ત્યારે અલંગ સોસિયા શિપબ્રેકિંગ યાર્ડ વર્કર્સ યુનિયનના સેક્રેટરી સંજયસિંગે જણાવ્યું હતું કે, અલંગમાં પ્લોટમાં સુવિધાઓ સુરક્ષાની છે કે નહીં ? GMB દ્વારા તપાસ થાય છે કે નહીં ? વારંવાર બનતી ઘટનાઓને પગલે GMBએ શું પગલાં લીધાં ? બસ આ સવાલનો જવાબ માંગ્યો છે. વારંવાર ફરિયાદ છતાં બનાવ બનતા રહે છે. આપણે કોઈ પણને પૈસાની મદદ કરી શકીએ પણ જાનહાનિની નહીં. આથી પોર્ટ ઓફિસર અલંગ આવે અનેં પ્લોટમાં જાય અને તપાસ કરે તેવી માંગ છે.

આ પણ વાંચો ભાવનગર અલંગ ખાતે લાગી આગ, ફર્નિચરને થયું આટલું નુકશાન

છેલ્લા પાંચ વર્ષમાં પરપ્રાંતીય મજૂરના મોત :ભાવનગરના અલંગમાં સૌથી વધુ હાલમાં 25 હજાર જેવા પરપ્રાંતીય મજૂરો રોજીરોટી મેળવી રહ્યા છે. પરંતુ કોઈ પણ પ્લોટમાં અકસ્માત થતા મજૂરને શુ ફાયદો ? મૃત્યુ થયા પછી શું ? આ બધા રહસ્યો પર ક્યારેય કોઈ સ્પષ્ટ વાત કરી નથી. પરંતુ હાલ છેલ્લા પાંચ વર્ષમાં મજૂરોના એસોસિએેશન અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ (Gujarat Maritime Board) ના કાગળ પર આંકડા મોતના શું છે તે જાણીએ.

આ બંને આંકડાઓમાં 02નો ફરક પડે છે
આ બંને આંકડાઓમાં 02નો ફરક પડે છે

મજૂરોના મોતના આંકડામાં ફરક :જીએમબીના અને એસોસિએશન દ્વારા મજૂરોના અકસ્માતે થતાં મોતના આંકડા આપવામાં આવ્યાં છે તેમાં ફરક જોવા મળે છે. જીએમબીએ આપેલા 2018નો આંકડો 12, 2029નો આંકડો 01, 2020નો આંકડો 00, 2021નો આંકડો 02 અને 2022મો આંકડો 08 મજૂરોના મોત દર્શાવે છે. જ્યારે વર્કર્સ એસોસિએશને અકસ્માતે મજૂરોના મોતના આંકડા આપ્યાં છે તે જોઇએ તો 2018માં 12, 2019માં 02, 2020માં 00, 2021માં 03 અને 2022માં 08 મજૂરોના મોત દર્શાવે છે. એટલે કે 2028થી 2022 સુધીમાં જીએમબીના આંકડા પ્રમાણે 23 મોત દર્શાવે છે, જ્યારે એસોસિએશને આપેલા આંકડા પ્રમાણે 25 મોતનો આંકડો દર્શાવે છે. આમ જોઈએ તો GMB અને એસોસિયેશનના આંકડા વચ્ચે મૃત્યુ દરમાં 02 નો તફાવત છે.

આ પણ વાંચો અલંગમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલની જરૂરિયાત, જાણો મજૂરોની સ્વાસ્થ્ય સુવિધાઓ

GMB વિભાગની કાર્યવાહી શું :અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડમાં 150 કરતા વધારે પ્લોટ આવેલા છે. પ્લોટમાં સુરક્ષા ન હોય તો GMB પગલાં ભરતી હોય છે. તેમ છતાં જહાજ પરથી પડવાના કિસ્સામાં મજૂરોના મોત થયા છે. એસોસિએેશન 10 જાન્યુઆરીએ બનેલી ઘટના બાદ લાલઘૂમ છે અને કાર્યવાહી પગલે સવાલ પૂછી રહ્યું છે. ત્યારે GMB પોર્ટ અધિકારી રાકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે હાલમાં V5 માં બનેલા અકસ્માતમાં મજૂરના મૃત્યુ બાદ પ્લોટમાં હજુ કામગીરી બંધ છે. અકસ્માતના બનાવ બાદ ગાંધીનગર વડી કચેરીએથી ઇન્કવાયરી આવે છે. જ્યાં સુધી મળેલી ક્ષતિઓ દૂર થાય નહી ત્યાં સુધી પ્લોટમાં કામ બંધ રાખવામાં આવે છે. ઘણી વખત 15 કે 1 મહિનો પ્લોટમાં કામગીરી બંધ રહેતી હોય છે. તપાસ GMB ગાંધીનગર કચેરી અને ડાયરેકટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ પણ તપાસ બનાવ બાદ કરતો હોય છે. જો કે GMB સામે સવાલ એક જ થાય છે કે અધિકારી અને વિભાગ તપાસ કરી લે છે ત્યાં સુધી પ્લોટ બંધ રહેતાં સરવાળે નુકશાન મજૂરોને જ જાય છે. અકસ્માતમાં મજૂર મિત્ર મજૂર ગુમાવે છે અને પ્લોટ બંધ રહેતા રોજગારી પણ ગુમાવે છે. વર્ષોથી આ સિલસિલો ચાલ્યો આવે છે પણ અકસ્માત રોકવાનું નિરાકરણ કાંઈ જોવા મળતું નથી.

Last Updated : Jan 21, 2023, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.