શહેરની પ્રતિષ્ઠિત રામમંત્ર મંદિર હોસ્પીટલમાં સેવા આપતા ડૉ.સતીશ અંધારિયાના ઘરે LPG સિલિન્ડરમાં અચાનક ખામી સર્જાઈ હતી. જેથી શક્તિ ગેસ એજન્સીના સર્વિસમેન અલી મુસ્તાકને ગેસની સર્વિસ કરવા માટે ઘરે બોલાવ્યા હતા. ત્યારે અચાનક જ ગેસ સિલિન્ડરમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો. જે દરમિયાન સર્વિસ કરી રહેલા સર્વિસમેન અલી ડૉ. અંધારિયાના પત્ની નીલાબેન ગંભીર રીતે દાજી ગયા હતા.
બ્લાસ્ટમાં ગંભીર રીતે દાઝતા બંનેને તાકીદે સારવાર અર્થે જુદી જુદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં તાકીદે ઘટના સ્થળે જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શહેરના અત્યંત પોશ ગણાતા વિસ્તારમાં રહેણાંકી મકાનમાં બ્લાસ્ટના પગલે સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે નાજુક પરિસ્થિતિ સર્જાઈ હતી અને લોકોમાં દોડધામ મચી ગઇ હતી.