ETV Bharat / state

નાફેડની ખરીદી અને પૈસા ચૂકવણીમાં ઢીલી નીતિના કારણે ખેડૂતોમાં રોષ - farmers Anger of Bhavnagar Market Yard system

ભાવનગરઃ માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા મગફળીના ભાવ યોગ્ય સમયે ચૂકવાતા નથી. જેથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં અનેક રજૂઆત કરી હતી. છતાં સરકારી કામગીરીમાં કોઈ પરીવર્તન જોવા મળ્યું નથી. જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ ખાનગી વેપારીઓ પાસે મગફળી વેચવા માટે મજબૂર થયા છે.

ભાવનગર
ભાવનગર
author img

By

Published : Jan 4, 2020, 5:55 PM IST

માર્કેટિંગ યાર્ડમાં હાલ નાફેડ દ્વારા થતી ખરીદીમાં મંદગતિને જોવા મળી રહી છે. જેના પગલે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. કારણ કે, નાફેડ દ્વારા ખેડૂતોને બે મહિના પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યા અને મગફળી વેચ્યાંના દોઢ મહિના બાદ પણ પૈસા ચૂકવવામાં આવતા નથી. જેથી ખેડૂતો ખાનગી વેપારીઓ પાસે મગફળી વેચવા માટે મજબૂર થયા છે. આમ, સરકાર રજીસ્ટ્રેશન બાદના ત્રણ મહિને પૈસા આપતી હોવાથી ખેડૂતોએ ખાનગી વેપારીઓને મગફળી વેચવાનું શરૂ કર્યુ છે . ત્યારે સરકારની ખરીદી નીતિ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

નાફેડની ખરીદી અને પૈસા ચૂકવણીમાં ઢીલી નીતિના કારણે ખેડૂતોમાં રોષ

ખેડૂતો રોષ ઠાલવતાં જણાવી રહ્યાં છે કે, "સરકાર 1018 ભાવ આપે છે પણ યોગ્ય સમયે પૈસા આપતી નથી. એટલે તાત્કાલિક પૈસા મેળવવા માટે ખેડૂતો ખાનગી વેપારી પાસે જવાનું પસંદ કરી રહ્યાં છે."

ઉલ્લેખનીય છે કે, "ખાનગી વેપારીઓ મગફળીના 1000 ભાવ આપે છે. પણ ખેડૂતોને બે દિવસમાં પૈસા આપી ચૂકવે છે. જેથી નાફેડમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ખેડૂતો ખાનગી વેપારીઓને મગફળી વેચી રહ્યાં છે. 1050 રજીસ્ટ્રેશનમાંથી 586 ખેડૂતોની મગફળી ખરીદાઈ હતી અને બાકીના ખેડૂતો ખાનગી વેપારી પાસે મગફળી વેચવા ગયા હતા. જેથી નાફેડમાં માત્ર ચાર પાંચ ખેડૂતો જ જોવા મળ્યા હતા.

Intro:નાફેડની મગફળીની ઢીલી નિતીએ ખેડૂત વેપારી પાસે પોહચ્યો

Body:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં નાફેડની ઢીલી નિતીએ ખેડૂતોમાં રોષ છે રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતો પણ ખાનગી વેપારી પાસે જતા રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે ખેડૂતોનો આક્ષેપ છે કે રજીસ્ટ્રેશન પછી પૈસા હાથમાં આવે ત્યાં બે ત્રણ મહિના વીતી જતા હોય છે ત્યારે સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે ક્રમ ઝડપથી આવે અને તુરંત વેપારી જેમ પૈસા પણ મળી રહે. ખેડૂતોને બીજા પાક માટે પૈસાની જરૂર હોવાથી ઝડપથી પૈસા મળે ત્યાં મગફળી આપે છે

Conclusion:એન્કર - ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સરકારી મગફળીની ધીમી ગતિની કામગીરીને પગલે ખેડૂતોમાં રોષ ફેલાઈ ગયો છે સરકારની પહેલા રજીસ્ટ્રેશન અને બાદમાં પૈસા મળીને ત્રણ મહિને આવતા ખેડૂતોએ ખાનગીમાં મગફળી આપવાનું શરૂ કર્યું છે જે સરકારની ખરીદીની નીતિ સામે સવાલ ઉભો કરે છે

વિઓ -1- ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલ નાફેડ દ્વારા થતી ખરીદીમાં મંદગતિને પગલે રોષ ખેડૂતોમાં ફેલાયો છે ખેડૂતોએ બે માસ પહેલા રજીસ્ટ્રેશન અને મગફળી વેહચ્યા બાદ નાફેડ દોઢ મહિને પૈસા આપતી હોવાથી રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતો ખાનગીમાં જવા લાગ્યા છે સરકાર 1018 જેવો ભાવ આપતી હોય પણ પૈસા સમયે તાત્કાલિક નહિ મળતા હોવાથી ખાનગી વેપારી પાસે જ્વાનું પસંદ કર્યું છે ખેડૂતોને ખાનગી વેપારીઓ 1000 જેવો ભાવ પણ આપે છે અને પૈસા બે દિવસમાં આપતા હોવાથી ખેડૂત નાફેડના બદલે ખાનગીમાં મગફળી વહેચી રહ્યો છે . 1050 રજીસ્ટ્રેશન માંથી 586 ખેડૂતોની મગફળી ખરીદાઈ છે અને બાકીના ખેડૂતો ખાનગીમાં જતા હાલ નાફેડમાં માત્ર ચાર પાંચ ખેડૂતો આવી રહ્યા છે

બાઈટ - રોહિતભાઈ પટેલીયા ( ખેડૂત,ભાવનગર)
બાઈટ - રાજેન્દ્રસિંહ ગોહિલ ( ઇન્ચાર્જ અધિકારી, મગફળી કેન્દ્ર,ભાવનગર)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.