- 4 વર્ષે રેલવેને રેક મોકલવાનું મુહૂર્ત આવ્યું : લાખની આવક
- રેલવે દ્વારા વધુ 3 રેક મોકલશે અને અંદાજે 2 કરોડ જેવી રકમ કરશે પ્રાપ્ત
- રેલવે બંધ કરેલી સેવા પુનઃ શરુ
ભાવનગરઃ રેલવે દ્વારા છેલ્લે 4 વર્ષથી ગુડ્ઝ રેક મોકલવાની કમાણી બંધ હતી, ત્યારે હાલમાં નવા બંદર પર આવતા કોલસા માટે એક રેક ફાળવી છે અને 43 લાખ જેવી રકમ મેળવી છે રેલવે વધુ 3 રેક મોકલશે અને અંદાજે 2 કરોડ જેવી રકમ પ્રાપ્ત કરશે. ભાવનગર રેલવે દ્વારા 4 વર્ષ પછી કોલસાની ટ્રેનની રેક મોકલીને પુનઃ પરિવહન જીવતું કર્યું છે. ભાવનગરના નવા બંદર પર આવેલા વિદેશી કોલસાની એક રેક કોલસાની ભરીને ભરૂચ ખાતે રવાના કરી છે. 4 વર્ષ પહેલા રેલવે બંધ કરેલી સેવા પુનઃ શરૂ કરીને આગામી દિવસોમાં વધુ રેક મોકલવા માટે ગતિવિધિઓ શરૂ કરી છે.
રેલવેએ 4 વર્ષ બાદ કર્યું પરિવહન શરૂ કર્યું
ભાવનગર રેલવે ડીવીઝન દ્વારા કોલસાની રેક ભરીને મોકલવાની પહેલ કરી છે. રેલવેએ નવા બંદર આવેલા જહાજના કોલસાને ભરૂચ સુધી પોહોંચાડવા માટે રેક ફાળવી હતી આ એક રેક 59 ડબ્બાઓની હોઈ છે. જેમાં સંપૂર્ણ કોલસો ભરેલો હોઈ છે. રેલવેએ આજ પ્રથમ 12.30 કલાકની આસપાસ કોલસાની ભરેલી એક રેકને મોકલી આપી છે. વિદેશથી આવેલા કોલસાની એક રેકમાં આશરે 3944 ટન કોલસો મોકલવામાં આવ્યો છે. આ ભરૂચ ખાતે મોકલવામાં આવ્યો છે.
રેલવેને એક રેકથી કેટલો ફાયદો અને કેટલી રેક મોકલવાની ગણતરી
ભાવનગર રેલવે ડિવિઝને 4 વર્ષ પહેલા રેલવે દ્વારા બંધ કરવામાં આવી રેકની સુવિધાને પુનઃ શરૂ કરવામાં આવી છે. આમ તો રેલવે દ્વારા ખાસ કરીને નવા બંદરથી રેલવે મીઠાની રેક મોકલતી હોઈ છે પરંતુ જે રીતે નવા બંદર પર કોલસાની આયાત શરૂ થવાથી નવી કમાણી માટે દ્વારા ખુલતા 4 વર્ષ પછી 43 લાખનો કોલસો એક રેક મારફત મોક્લ્યો છે. રેલવેને એક રેકનું ભાડું 43 લાખ મળવાનું છે અને એક રેકમાં આશરે રેલવેના અધિકારીઓના મત પ્રમાણે દોઢથી 2 કરોડનો કોલસો ભરૂચ રવાના કરવામાં આવ્યો છે. જેથી રેલવેને ઘણો આર્થિક ફાયદો થશે.
રેલવે વધુ રેક માટે દાખવી તૈયારી કોલસા માટે કેવી
રેલવે દ્વારા આજે પ્રથમ રેલવેની રેક મોકલતા નવી આશા ખુલતા અને ભાડું 43 લાખનું મળતા રેલવેએ હજુ ત્રણ રેક એમ કુલ 4 રેક મોકલવાની તૈયારી કરી છે. રેલવેએ આગામી દિવસોમાં વિદેશ એટલે મલેશિયા તરફથી આવતા કોલસાની રેક ભરવા તૈયાર છે. એટલે રેલવેને 4 રેક લેખે જોવા જઈએ. તો 2 કરોડ જેવો આર્થિક ફાયદો થશે જ્યારે રેલવેની સેવાઓ બંધ છે. રેલવેએ હાલ આ કોલસો ભરૂચ મોકલ્યો છે. ભરૂચ આસપાસ આવેલી યશ્વી કોઈલ લીમીટેડ અને નર્મદા વેલી ફર્તીલાઈઝર એન્ડ કેમિકલ્સમાં મોકલ્યો છે.