ETV Bharat / state

મહાનગરપાલિકાની ચૂંટણી પગલે પ્રથમ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર કર્યા જાહેર - આમ આદમી પાર્ટી

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે આગામી દિવસોમાં જાહેરાત થઈ શકે છે, ત્યારે ભકપ કોંગ્રેસ હજુ પોતાના ઉમેદવાર વિશે વિચારી પણ શકી નથી, એ પહેલા આમ આદમી પાર્ટીએ પ્રથમ 13 ઉમેદવારો જાહેર કરી દીધા છે.

મહાનગરપાલિકાની ચૂંટણી પગલે પ્રથમ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર કર્યા જાહેર

author img

By

Published : Jan 10, 2021, 7:11 AM IST

ભાવનગરઃ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે આગામી દિવસોમાં જાહેરાત થઈ શકે છે, ત્યારે ભકપ કોંગ્રેસ હજુ પોતાના ઉમેદવાર વિશે વિચારી પણ શકી નથી, એ પહેલા આમ આદમી પાર્ટીએ પ્રથમ 13 ઉમેદવારો જાહેર કરી દીધા છે. સમગ્ર ઉમેદવારોના વોર્ડનું સસ્પેન્સ રાખવામાં આવ્યું છે, ત્યારે ભાજપ કોંગ્રેસથી કંટાળેલા મતદારો માટે આપ વિકલ્પ બની શકે છે. તેવા હેતુથી આપ 52 બેઠક પર ચૂંટણી લડવાની છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે ભાજપ કોંગ્રેસ હજુ ઉમેદવારો માટે વિચારણા પણ કરી નથી તેવામાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી ગઈ છે. આપ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં આપ પણ દરેક બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની છે અને હાલમાં કેટલાક ઉમેદવાર જાહેર પર કર્યા છે.

આમ આદમી પાર્ટીએ ઉમેદવાર કર્યા જાહેર

ભાવનગરમાં ભાજપનું શાસન 25 વર્ષથી હતું અને આગામી દિવસોમાં જયારે મહાનગરપાલિકાની ચુંટણી માથે છે, ત્યારે કોંગ્રેસ સાથે હવે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતારવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીએ સંગઠન બનાવીને આગામી દિવસોમાં ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી દીધી છે. આમ આદમી પાર્ટી ઘણા સમયથી મેદાનમાં ઉતરીને અનેક પ્રશ્નોને લઈને વિરોધ અને આવેદનપત્રો આપતી રહી છે. હવે ચુંટણી માથે છે, ત્યારે પોતાના 52 ઉમેદવારો માટે રણનીતિ ઘડી લીધી છે અને 52 પૈકી 13 ઉમેદવારોના લિસ્ટ જાહેર કર્યા છે.

AAP
મહાનગરપાલિકાની ચૂંટણી પગલે પ્રથમ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર કર્યા જાહેર

ઉમેદવારના નામ

  1. ભાદાણી રાઘવભાઈ અમરશીભાઈ
  2. બોરીચા જગદીશભાઈ મેઘજીભાઈ
  3. સોલંકી કમલેશભાઈ હિમતસિંહ
  4. વાઘેલા મેહુલભાઈ કિશોરભાઈ
  5. ગોહિલ દશરથસિંહ સહદેવસિંહ
  6. ગોહિલ રામદેવસિંહ પ્રવીણસિંહ
  7. ગોહેલ દક્ષાબેન રાજેશભાઈ
  8. ચૌહાણ મુમતાજબેન સલીમભાઈ
  9. ડોડીયા હંસાબા નવલસિંહ
  10. શૈખ નુરુલહસન અબુખેર
  11. ગોહિલ બલદીપસિંહ નીરુભા
  12. વેગડ પુષ્પાબેન સુખદેવસિંહ
  13. બાહલવાન સોયેબબિન સાલહભાઈ

આમ આદમી પાર્ટીના પ્રથમ લિસ્ટમાં સસ્પેન્સ શું ? પણ શું ત્રીજો પક્ષ સફળ છે?

આમ આદમી પાર્ટી નિયમ બંધ મેદાનમાં ઉતરી હોઈ તેમ લાગી રહ્યું છે. ભાજપ-કોંગ્રેસ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે પણ પાર્ટી દ્વારા માત્ર નામો જાહેર કરવામાં આવ્યા છે અને નામો જાહેર કર્યા બાદ તેના વોર્ડ જાહેર કરવામાં આવ્યા નથી. પાર્ટી સામે મેદાનમાં રહેલા ભાજપ અને કોંગ્રેસની રણનીતિને પગલે વોર્ડ જાહેર કરવા માગતી નથી. આમ આદમી પાર્ટીએ નામો જાહેર કર્યા પણ ભાવનગરની સાંસદની કે ધારાસભ્યની ચૂંટણીમાં પણ ત્રીજા પક્ષને સફળતા નથી મળી કારણ કે, ભાજપમાંથી ભૂતકાળમાં છુટ્ટા પડીને ગોધન ઝડફિયા દ્વારા મહા ગુજરાત જનતા પાર્ટી બનાવીને મેદનમાં ઉતરી હતી તો મહુવાના કનુભાઈ કળસરિયા પણ ઝંપલાવી ચુક્યા છે પણ સફળતા મળી નથી, ત્યારે હાલમાં પ્રજા કોંગ્રેસ પરથી ભરોસો ગુમાવી ચુકી છે અને ભાજપ પોતાની જોહુકમી ચલાવી રહી છે ત્યારે ત્રીજો પક્ષ પ્રજા માટે વિકલ્પ તો છે પણ આ વિકલ્પને શાસન કરવા વિકલ્પ મળી રહેશે ખરા?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.