ભાવનગર- લેખક સમાજમાં ઘણા હોય છે અને દરેક લેખકનો પણ એક વિષય હોય છે.( A writer of poetry useful to society) ભાવનગરના ડોકટર રાજેશ્રીબેન બોસમીયાને (dr rajeshree bosamiya) અમે તમને મેળવશું કે જેઓ સમાજને ઉપયોગી માત્ર કવિતાઓ લખી રહ્યા છે. લોકોના જીવનને સ્પર્શ કરતા દરેક મુદ્દાઓ પર તેઓ કવિતા બનાવે છે. રાજેશ્રીબેન અનેક એવોર્ડ પણ કવિતાના રચીયિતા તરીકે મેળવી ચુક્યા છે.
સામાજિક મુદ્દાઓ પર કવિતાઓ- ભાવનગરના મૂળ રહેવાસી અને ડોકટર MBBS કક્ષાના રાજેશ્રીબેન બોસમીયા સમાજને લાગતી કવિતાઓની રચના છેલ્લા પાંચ વર્ષથી કરી રહ્યા છે. રાજેશ્રીબેન કોરોના, મોંઘવારી, યુક્રેન રુસ યુદ્ધ, ગરીબી, દર્દીઓની માનસિક ચિંતા, ગણેશ ઉત્સવ, મિચ્છામિ દુક્કડમ સહિત સામાજિક મુદ્દાઓ પર કવિતાઓની રચના કરી ચુક્યા છે. સમાજમાં પરિસ્થિતિથી લોકો કવિતા મારફત વાકેફ થાય તેવા સંદેશો આપવામાં આવે છે.
લોકોનો પ્રેમ અને આવકાર- ભાવનગરના રાજેશ્રીબેન છેલ્લા પાંચ વર્ષથી કવિતાઓની રચનબકરી રહ્યા છે. પ્રેમ કે ગમ નહિ પણ સમાજને ઉપયોગી થતી કવિતાઓ આજદિનમાં 500 થી વધારે લખી ચુક્યા છે. હાલમાં તેમને હજુ પણ સમાજને લાગતી કવિતાઓની રચનાને પગલે લોકોનો આવકાર મળી રહ્યો છે. લોકો તેમની કવિતાને સ્વીકારી રહ્યા છે. સોશીયલ મીડિયામાં પણ તેઓ ખૂબ લોકોનો પ્રેમ અને આવકાર મેળવી રહ્યા છે.
અનેક એવોર્ડ- પ્રેમ કે ગમ વિશે ક્યારેય રાજેશ્રીબેનને પ્રેરણા થઈ નથી. સમાજમાં કવિતાઓ ખાસ કરીને પ્રેમ,લાગણી અને ગમ ઉપર લખાતી હોય છે. સમાજમાં દરેક વર્ગ વાંચી શકે તે માટે સામાજિક કવિતાની રચના ખૂબ ઓછી થઈ રહી છે. રાજેશ્રીબેનને મળતા પ્રતિસાદના જવાબમાં ખુદ રાજેશ્રીબેન માની રહ્યા છે, કે દરેક વર્ગ વાંચી શકે તેવી કવિતાઓ નથી. રાજેશ્રીબેનને અનેક એવોર્ડ મળ્યા છે.આ એવોર્ડમાં તેમને શિરોએવોર્ડ, ગુજરાતની ગૌરવવંતી નારી, ગુજરાતની ગૌરવવંતી દીકરી જેવા સહિત અનેક એવોર્ડ મળેલા છે.