ETV Bharat / state

બોટલ બાબતે પત્ની-પતિ વચ્ચે થયો ડખ્ખો, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

ભાવનગરમાં વસતા મૂળ દાહોદના દંપતી વચ્ચે 24 તારીખે બનેલા બનાવમાં પતિએ પત્ની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગેસના બાટલાંને કારણે પતિને કૂકરનો માર પડ્યો અને પત્ની પિયર જતી રહ્યા બાદ ઇજાગ્રસ્ત પતિએ પોલીસ સ્ટેશનમાં પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બોટલ બાબતે પત્ની-પતિ વચ્ચે થયો ડખ્ખો, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
બોટલ બાબતે પત્ની-પતિ વચ્ચે થયો ડખ્ખો, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
author img

By

Published : May 25, 2021, 8:52 PM IST

  • પત્નીએ કૂકરના છુટો ઘા મારતા પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન
  • કૌશિક તેના મિત્ર ભાર્ગવને બોલાવીને દવાખાને પહોંચ્યો
  • પતિની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

ભાવનગર: પતિ પત્ની વચ્ચે 2-4 મીઠા ઝગડા થાય તે સુખી દામ્પત્યની નિશાની કહેવાય તેવું માનવામાં આવે છે. પણ જો બાટલા માટે કૂકરના છુટા ઘા થાય અને લોહી વહેતું થાય ત્યાં સુધીના ઝગડા ચિંતા જગાવે છે. હા આવું જ કાંઈક ભાવનગરમાં બન્યું છે. જે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

આ પણ વાંચો: મોરબી : પતિ-પત્નીનો ઝગડો બન્યો મિત્રો વચ્ચે મારામારીનું કારણ, સામસામી ફરિયાદ નોંધાઇ

દાહોદના દંપતી વચ્ચે બાટલાંને લઈ મારામારી

ભાવનગર શહેરના ટોપ થ્રિ સર્કલ પાસે હિમાલયા પાર્ક 2માં ભાડાના મકાનમાં રહેતા કૌશિકના ઘરમાં ગેસનો બાટલો ખાલી થઈ ગયો હોવાથી તેમની પત્ની પ્રિયંકાને ગુસ્સો કરીને ઝગડો શરૂ કરી દીધો હતો. આ બાદ, કૂકરનું ઢાંકણું કૌશિકના કપાળે અને કોણીએ માર્યું જેથી કોણીએ લોહી નીકળતા કૌશિક તેના મિત્ર ભાર્ગવને બોલાવીને દવાખાને પહોંચ્યો હતો. આ બાદ, કૌશિક પરત આવ્યો ત્યાં તેની પત્ની પ્રિયંકા પિયર જતી રહી હતી.

બોટલ બાબતે પત્ની-પતિ વચ્ચે થયો ડખ્ખો
બોટલ બાબતે પત્ની-પતિ વચ્ચે થયો ડખ્ખો

કૂકરના મારથી પતિએ નોંધાવી ફરિયાદ

હિમાલયા પાર્કમાં રહેતા કૌશિક સાથે બનેલા બનાવને લઈને 24 મેંના રોજ તેણે પોતાની પત્ની પ્રિયંકા સામે માર મારવાની અને ગાળો આપવાની ફરિયાદ નોંધાવી છે. ભરતનગર પોલીસ સ્ટેશનમાં પતિ કૌશિકએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધવીને તે પિયર દાહોદ ચાલી ગઈ હોવાનું જણાવ્યું છે. જોકે, ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: મહુવાના લોગડી ગામે સામાન્ય બાબતે થઈ વૃદ્બની હત્યા

દાહોદનું દંપતી દોઢ વર્ષથી રહે છે ભાવનગરમાં

કૌશિક મૂળ દાહોદના સંજેલી તાલુકાના હીરોલા ગામના રહેવાસી છે અને તેમની પત્ની પ્રિયંકા દાહોદના ફતેહપુરા તાલુકાના પીપરલા ગામની રહેવાસી છે. આ ઝગડાની શરૂઆત બાટલો ખાલી થતા તેની પત્નીએ તમારા ભાઈના ઘરે શું કામ ગયા ત્યાંથી થયો હતો. જોકે કૌશિકએ તેના ભાઈના ઘરે જવા માટે બાટલાનું કારણ ધર્યું હતું. કારણ કે, બાટલો પણ તેનો હતો એટલે બાટલાએ દંપતી વચ્ચે કંકાસ ઉભો કર્યો અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.