- મહુવાના જંગલ વિસ્તારમાં લાગી આગ
- રાત્રીના 7.30 કલાકે લાગી હતી આગ
- 2 કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી
ભાવનગરઃ જિલ્લાના મહુવાના પ્લાન્ટ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે રાત્રીના 7.30 કલાકે જંગલ વિસ્તારમાં અચાનક આગ લાગી હતી. રાત્રીના સમયે લાગેલી આગમાં કડબ સિવાય અન્ય કોઈ નુકશાન થયું નથી. જોકે, 2 કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી. સમયસર મહુવાના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી જતા વધુ જંગલ વિસ્તારમાં આગ પ્રસરી ન હતી અને આગ કાબુમાં આવી ગઈ હતી.

આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી
આમ તો જંગલ વિસ્તારમાં અન્ય કોઈ રીતે આગ લાગી ન શકે પરંતું પવન ફૂંકાતો હોવાથી ઉપરથી પસાર થતા તારમાં પવનને કારણે 2 તાર ભેગા થઈ ગયા હોય આગ લાગી હોય તેવું અનુમાન ત્યાં આજુબાજુ વાડીમાં રહેતા લોકોએ લગાવ્યું છે. આગ લાગે તેવા અન્ય કોઈ પદાર્થો અહીં છે નહીં.
વન્ય પ્રાણીઓના અવર જવર વાળો વિસ્તાર
આ જંગલમાં વન્ય પ્રાણીઓની અવર જવર રહે છે અને અહીં દીપડો, સિંહના આટા ફેરા દિવસ રાત થતા જોવા મળે છે, ત્યારે આ આગ કાબુમાં આવીજતા દુર્ઘટના ટળી હતી. પ્લાન્ટ સ્ટેશનની ડાબી સાઈડ કાટિયા પીરની દરગાહ બાજુ વાઘનગર રોડ ઉપર જંગલમાં આગ લાગી હતી. જોકે, ત્યાંથી વાઘનગર નજીક છે, પરંતુ આગ કાબુમાં આવી જતા હાશકારો થયો હતો.