- કુંભારવાડામાં આવેલા પ્લાસ્ટિકના ડેલામાં આગ ભભૂકી
- ફાયર દ્વારા પાણી છંટકાવ કરીને આગને બુઝાવવામાં આવી
- આગ લાગવાને કારણે લાખોના નુકશાનની ભીતિ
ભાવનગર : શહેરમાં વહેલી સવારે કુંભારવાડામાં આવેલા પ્લાસ્ટિકના ડેલામાં આગ ભભૂકી ઉઠી.ફાયર દ્વારા પાણીનો મારો કરીને આગને બુજાવવા સફળતા મેળવી હતી.
![કુંભારવાડા વેસ્ટ પ્લાસ્ટિકના ડેલામાં વહેલી સવારે આગ લાગી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn03aagplasticavchirag7208680_13012021111031_1301f_1610516431_317.jpg)
![કુંભારવાડા વેસ્ટ પ્લાસ્ટિકના ડેલામાં વહેલી સવારે આગ લાગી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn03aagplasticavchirag7208680_13012021111031_1301f_1610516431_47.jpg)
ક્યાં લાગી વહેલી સવારે આગ
ભાવનગર શહેરના કુંભારવાડામાં આવેલ ભાનુબેનની વાડી શેરી નંબર 9/10 માં આવેલા પ્લાસ્ટિકના ડેલામાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે ફાયરને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. ફાયર વિભાગે 3 ગાડી પાણીનો મારો કરી આગને કાબુમાં લીધી હતી. આગ ભયંકર હોવાના કારણે કોઈ જાનહાની થઈ ના હતી. પરંતુ મોટું નુકશાન જવા પામ્યું છે.
![કુંભારવાડા વેસ્ટ પ્લાસ્ટિકના ડેલામાં વહેલી સવારે આગ લાગી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn03aagplasticavchirag7208680_13012021111031_1301f_1610516431_567.jpg)
ક્યારે લાગી આગ
કુંભારવાડા સલ્મ વિસ્તારમાં આવેલા વેસ્ટ પ્લાસ્ટિકના ડેલામાં સવારમાં 5 કલાકે આગ લાગતા ફાયર બ્રિગેડને 5.20 કલાકે જાણ થતાં ફાયર દોડી ગયું હતું. ફાયર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈને બુજાવી હતી. ડેલો બિપિનભાઈ ડસાભાઈ વાઘેલાનો હતો અને આગ લાગવાને કારણે લાખોના નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.