ભાવનગર : ભાવનગરના પ્રસિદ્ધ ખોડિયાર મંદિર આસ્થાનું કેન્દ્ર હવે જીવન ટૂંકાવવા (Suicide in Khodiyar Temple Lake) માટેનું કેન્દ્ર બની ગયું છે. ત્યારે એક પતિ પત્નીએ આ તળાવમાં ઝંપલાવ્યું(Suicide Case in Bhavnagar) સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, ફાયર બ્રિગેડે બીજા દિવસે બંનેના મૃતદેહ બહાર કાઢ્યા છે.
મૃતક દંપતીએ ખોડિયાર મંદિર તળાવમાં ઝંપલાવ્યું
આ ખોડિયાર મંદિર ભાવનગર શહેરના 18 કિલોમીટર દૂર રાજકોટ રોડ પર આવેલું છે. આ મંદિર પાછળ આવેલા તળાવ આત્મહત્યા (Husband and wife Commit Suicide in Bhavnagar) કરનાર માટે કેન્દ્ર બની ગયું છે. 27 જાન્યુઆરીના રોજ સવારમાં નીકળેલા પતિ પત્નીએ સાંજના સમયે તળાવમાં ઝંપલાવી સિહોર નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે (Bhavnagar Fire Brigade) ગઈકાલે શોધખોળ કરતા કશું નહીં મળતા બીજા દિવસે શોધખોળ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Suicide Case in Morbi: મોરબીમાં પિતાએ કમાણી ન કરતા ઠપકો આપતા, પુત્રએ આગ ચાંપી
તળાવમાં ઝંપલાવનાર કોણ, કેટલા બાળકો
સિહોર નગરપાલિકા સતત બે દિવસે શોધખોળ હાથ ધરી હતી. સિહોર ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર કૌશિક રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, બીજા દિવસે પહેલા પુરુષ અને બાદમાં મહિલાના મૃતદેહને બહાર કાઢ્યા હતા. જેમાં પતિની ઉંમર 35 અને પત્ની ઉંમર 34 લગાવવામાં આવી રહી છે. આ યુગલ ભાવનગરના વડવા નેરા, મોતી તળાવ વિસ્તારમાં રહે છે. જેવોને બે પુત્રીઓ અને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ RajKot Engineer Suicide Update : કમિશનરે તપાસ સમિતિ રચી, આંતરિક તપાસ થશે