ભાવનગરઃ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. કોરોનાના પાંચ કેસ હતા. જેમાં બેનો વધારો થયો છે. ગત રોજ આવેલા 15 પૈકી બે મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પાંચ લોકો ભાવનગર સર. ટી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.
ભાવનગરમાં કોરોનાનો પગ પેસારો વધતો જાય છે પ્રથમ મૃતક દર્દી દિલ્હી નિઝામુદ્દીનમાં ભાગ લઈને આવ્યા બાદ તેના પરિવારમાં પોઝિટિવ અને સંબંધીઓમાં પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા છે. તો ગત રોજ ભાવનગરની બે મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બંને મહિલાઓ પ્રથમ કોરોના દર્દીના પરિવારની કે નજીકની હોવાનું માનવામાં આવે છે.
3 એપ્રિલના રોજ આવેલા 15 લોકોના રિપોર્ટ પૈકી બે ના પોઝિટિવ આવ્યા અને 13 ના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. જ્યારે મોડી રાત્રે 21 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં નિઝામુદ્દીન જઈને આવેલા લોકો છે. જેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે હજુ ત્રણના રિપોર્ટ બાકી છે.
વહીવટી તંત્રએ 79 આઇસોલેશન વોર્ડ તૈયાર રાખ્યા છે. જ્યારે ક્વોરોન્ટાઇન માટે 7 જેટલી બિલ્ડીંગો તૈયાર છે. જેમાં 56 લોકો ક્વોરોન્ટાઇન છે. જેમાં આશરે 2500 બેડની વ્યવસ્થા કરાઈ છે.