ETV Bharat / state

રાજ્ય સરકારના નિર્ણયથી 600 એન્જિનિયરિંગની બેઠકો રદ, કોંગ્રેસની ચીમકી

ભાવનગરની એન્જિનિયરિંગ કોલેજ સહિતની કોલેજોમાં બેઠકો રાજ્ય સરકારે રદ્દ કરી છે. જેમાં સૌથી વધુ બેઠકો ભાવનગરની 600 જેટલી છે. સેલ્ફ ફાયનાન્સ કોલેજોને ફાયદો અપાવવાના નિર્ણય હોવાના આક્ષેપ સાથે રાજ્યપાલને પત્ર લખ્યો છે અને ભાવનગર પોલીટેક્નિક કોલેજ ખાતે વિરોધ કર્યો છે. જો નિર્ણય રદ્દ નહિં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

સરકારના નિર્ણયથી 600 એન્જીનીયરીંગ બેઠકો રદ

author img

By

Published : Feb 12, 2020, 5:07 PM IST

ભાવનગર: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઈજનેર કોલેજો અને પોલિટેકનિકમાં વિવિધ ફેકલ્ટી બંધ કરવાના નિર્ણયથી ભાવનગર યુવા કોંગ્રેસના નેતા અને પ્રદેશ મહામંત્રીએ કોલેજ ખાતે વિરોધ કર્યો હતો અને રાજ્યપાલને પત્ર લખી નિર્ણય રદ કરવા માગ કરી છે.

સરકારના નિર્ણયથી 600 એન્જીનીયરીંગ બેઠકો રદ

તાજેતરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરીને રાજ્યમાં આવેલી સરકારી ઈજનેરી કોલેજો અને પોલિટેકનિક કોલેજોમાં કેટલિક ફેકલ્ટી બંઘ કરવાના અને કેટલીક ફેકલ્ટીની સંખ્યા ઘટાડવાના નિર્ણયને કારણે ભાવનગરની રાજાશાહી વખતની સર ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ એક સપનું બની જાય તે રીતની પરિસ્થિતિ પેદા થઈ છે. આ સંસ્થાએ રાજ્ય અને રાષ્ટ્રની વિવિધ ફેકલ્ટીના ઇજનેરો પુરા પાડી ભાવનગરનું નામ પણ ઉજળું કર્યુ છે અને પોતાનું યોગદાન આપ્યું છે. તેવી આ સંસ્થાને રાજ્ય સરકાર દ્વારા આ રીતે અન્યાય કરતાં નિર્ણયમાં પુન:વિચારણાં કરવા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મનહરસિંહ ગોહિલએ પત્ર લખી રજૂઆત કરી છે.

પોલિટેક્નિક કોલેજે વિદ્યાર્થી સાથે વિરોધ કરી કોલેજના તંત્રને રજૂઆત કરી હતી. આ નિર્ણયથી આશરે 2500 જેટલી સીટો ઘટાડી દેવામાં આવી છે. જેનાથી ચોથા ભાગની એટલે કે, ૬૩૮ જેટલી બેઠકો એકલા ભાવનગરને સહન કરવાની થાય છે. શહેરની ૩૭ વર્ષ જુની શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજમાં સાત પૈકી ત્રણ વિધાશાખા ઈ. સી. આઇ. સી. તેમજ પ્રોડક્શન સંપૂર્ણ રીતે બંઘ થશે તેમજ મિકેનીકલની ૩૮ બેઠકો ધટશે તેમ મળી કુલ ૪૧૩ બેઠકો એક ઝાટકે ધટાડી દેવામાં આવી છે.

શહેરની અન્ય કોલેજોમાં પણ પ્રોડક્શન બ્રાન્ચ અને ઇ.સી.ની બેઠકો અડધી થશે તેમ મળી 225 બેઠકો ઘટશે. આમ એકંદરે ૬૩૮ બેઠકોનું નુકસાન ભાવનગરને માથે આવ્યું છે. સરકારનો આ નિર્ણય ભાવનગરને અન્યાય કરવાનો અને જાણે અન્યાય કરવાની પરંપરા રાજ્ય સરકાર પાળી રહી હોઈ તેમ આક્ષેપ કરાયો છે. રાજ્ય સરકારનો ઇરાદો સ્પષ્ટ અને પ્રમાણિક નથી તેના કારણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ફાયદો થશે અને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ઇજનેર બની નહીં શકે, ત્યારે ગરીબ વિદ્યાર્થીઓ જેઓ કે ઇજનેર બનવાનું સપનું સેવીને બેઠાં છે. તેવા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય દાઝયા પર ડામ જેવો છે. આથી, રાજય સરકારનો આ નિર્ણય તાકીદે રદ કરવા સુચના આપવા અમારી વિનંતી છે. મનહરસિંહે રાજ્યપાલને પત્ર લખીને સરકારના નિર્ણયને રદ્દ કરવા માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.