- ભાવનગર સહિત ત્રણ જિલ્લામાં 31st ની પાર્ટીમાં 517 નબીરાઓ ઝડપાયા
- આઈજી રેન્જ દ્વારા ત્રણ જિલ્લામાં કડક કાર્યવાહી
- ખનીજની ગેર કાયદેસર હેરાફેરી કરતા 5 વાહનો ડીટેઇન
ભાવનગર : રેન્જના જિલ્લાઓમાં 31 ડિસેમ્બર રાત્રે 517 નબીરાઓ ઝડપાયા હતા. આઈજી રેન્જ દ્વારા ત્રણ જિલ્લામાં કડક કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ કરાઈ હતી.
ભાવનગર 31st ની પાર્ટીમાં 517 નબીરાઓ ઝડપાયા ભાવનગર 31st ની પાર્ટીમાં 517 નબીરાઓ ઝડપાયા ભાવનગર 31st ની પાર્ટીમાં 517 નબીરાઓ ઝડપાયા 31st બનાવેલી ટિમોને ચેકીંગ માટે સજ્જ કરાઈ હતી31st ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાત રાજ્યના શહેર/જિલ્લાઓમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ COVID-19ના કારણે સદરહું ઉજવણી બાબતે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ હતો. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનની ચુસ્ત અમલવારી થાય તેમજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છિનિય બનાવ ન બને તે માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા સૂચના કરવામાં આવેલ હતી. DGPશ્રીની સૂચનાને અસરકારક અને હેતુસભર બનાવવા માટે ભાવનગર રેન્જ DIGP શ્રી અશોક કુમાર IPS નાઓના આદેશથી ભાવનગર રેન્જના ડિવીઝનના ASP/DYSP, LCB, SOG, QRT, હેડ ક્વાર્ટર તથા પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવવામાં આવેલ હતી. આ ટીમોને જરૂરીયાત મુજબના હથિયાર, વાહનો, હેલ્મેટ/ઢાલ, બી.પી. જેકેટ, સર્ચ લાઇટ વિગેરે જેવા સંસાધનો પુરા પાડવામાં આવેલ હતા. જેના દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
ભાવનગર 31st ની પાર્ટીમાં 517 નબીરાઓ ઝડપાયા ભાવનગર 31st ની પાર્ટીમાં 517 નબીરાઓ ઝડપાયા ત્રણ જિલ્લાના કેટલા કેસ ? કેટલા નબીરા સાથે અન્ય શુ ઝડપાયું
ભાવનગર રેન્જમાં કોમ્બિંગ નાઇટ દરમ્યાન પ્રોહિબીશનના 512 કેસો કરી 516 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર જિલ્લામાં 63 કેસો કરી 63 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. અમરેલી જિલ્લામાં 424 કેસો કરી 428 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બોટાદ જિલ્લા દ્વારા 25 કેસો કરી 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બોટાદ જિલ્લામાં SOG દ્વારા અનિષ મુન્નાભાઇ મન્સુરીને બે હથિયાર તથા 15 જીવતા કારતૂસ સાથે પકડી કેસ કરવામાં આવેલ છે. જે આરોપી 5 ગુન્હાઓમાં નાસતો ફરતો હતો. તેમજ ભાવનગર રેન્જ RR Cell દ્વારા ખાણ ખનીજની ગેર કાયદેસર હેરાફેરી કરતા 5 વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.