- મહુવાના કોટિયા ગામે 33 જેટલા પક્ષીના મોત
- તબર્ડ ફલૂની દહેશત વચ્ચે મહુવામાં
- વેટરનરી ટીમ દ્વારા હાથ ધરાયો સર્વે
મહુવા અને તાલુકામાં બર્ડફલૂની આશંકા
મહુવા અને તાલુકામાં બર્ડફલૂની આશંકા વચ્ચે અફડાતફડી મચી જવા પામી છે. ત્રણ દિવસ પહેલા બંદર અને લાઈટ હાઉસના વિસ્તારમાં 5 પક્ષીના મોત નિપજ્યા અને 40 જેટલા પક્ષી બિમાર હોવાની પૃષ્ટિ થઇ છે. ત્યાંજ આજે મહુવા તાલુકા ના બગદાણા તાબેના કોટિયા ગામે 33 પક્ષીના મોત થયાં છે. જ્યારે 200 જેટલા પક્ષી બીમાર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ સમાચાર પ્રસરી જતા સન-સની મચી જવા પામી છે. જિલ્લા અને તાલુકાની ટીમે સ્થળ ઉપર જઈ ને રસીકરણ અને સેમ્પલિંગનું કામ શરૂ કર્યું.
મહુવામાં 8 લાખથી વધુ પક્ષીઓ
મહુવા તાલુકામાં 40 જેટલા પોલ્ટ્રીફાર્મ આવેલા છે. તેમાં 8 લાખથી વધુ પક્ષીઓ આવેલા છે, જ્યારે મહુવામાં પ્રસરી રહેલા આ રોગને કારણે પોલ્ટ્રીફાર્મ વર્ગ ચિંતામાં મુકાય ગયો છે અને જો આ રોગ અહીં પ્રસરશે તો ખૂબ મોટા પ્રમાણ માં નુકસાનનો સામનો કરવો પડશે તેવું મનાઇ રહ્યું છે. જો કે, આ પક્ષીઓ ઘરઘરાઉ અને પાલતુ હોવાથી જિલ્લા વેટરનરોની ટીમે ઘરે-ઘરે જઈ તપાસ અને રસીકરણ શરુ કર્યું છે.