- ભાવનગરમાં મતદારોનો ઉત્સાહ મોટી સંખ્યામાં જોવા મળ્યો
- બપોરના 1 વાગ્યા સુધીમાં આશરે 30 ટકા કરતા વધુ મતદાન
- તાલુકા પંચાયતમાં મતદાન 24 ટકા 11 કલાક સુધીમાં નોંધાયું
ભાવનગર : જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં મતદારોનો ઉત્સાહ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે. સવારથી બપોરના 1 વાગ્યા સુધીમાં આશરે 30 ટકા કરતા વધુ મતદાન નોંધાયું છે. યુવાનોને શરમાવે તેવા વૃદ્ધોના દ્રશ્યો મતદાન કરતા સામે આવ્યા છે.
જિલ્લા પંચાયતની 40 બેઠક પર 1 વાગ્યા સુધીમાં 30 ટકા મતદાનસ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠક પર 1 વાગ્યા સુધીમાં 30 ટકા ઉપર મતદાન નોંધાયું છે. 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન નોંધાયું હતું. તાલુકા પંચાયતમાં મતદાન 24 ટકા 11 કલાક સુધીમાં નોંધાયું હતું. નગરપાલિકાઓમાં પણ મતદાનની ટકાવારી સારી રહી છે. રાજકીય પક્ષના આગેવાનો પણ મત આપીને મતદાન કરવા અપીલ કરી છે. ભાજપના આગેવાન દિગુભા ગોહિલે હાલની ચૂંટણીમાં ગત ટર્મની 17 બેઠકના બદલે ડબલ 34 મેળવવાની આશા વ્યક્ત કરી સત્તા મેળવશું તેમ જણાવ્યું હતું.
મુશ્કેલી ભરી સ્થિતિમાં પણ મતદાનને મહત્વ મતદારો મુશ્કેલી ભરી સ્થિતિમાં પણ મતદાનને મહત્વ આપ્યું ભાવનગરના ઉખરલા ગામે એક સિનિયર સીટીઝન મતદારને પગે ઇજા હોવા છતાં રિક્ષામાં બેસીને મતદાન મથકે પોંહચ્યા હતા. તેમની સાથે અન્ય એક મતદારને હાથમાં અને પગમાં ઇજા હોવા છતાં મતદાન કરવા પોંહચ્યા હતા. ચાલી શકે તેમ ન હોય તે મતદારીને ખુરશીમાં લાવીને મતદાન કરાવ્યું હતું. અન્યએ લાકડીના સહારે મતદાન કર્યું હતું. 80 વર્ષના માડીએ પણ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી. મહાનગરપાલિકામાં ભલે નિરસ મતદાન થયું હોય પણ જે રીતે જિલ્લામાં ખેડૂતો અને ગ્રામીણ લોકો મતદાન મથક દૂર હોવા છતાં મતદાન કરવા પોંહચી રહ્યા છે તે ક્યાંક યુવાનોને શરમાવે છે.
નગરપાલિકાની બપોર સુધીમાં મતદાનની સ્થિતિભાવનગર જિલ્લાની મહુવા, પાલીતાણા અને વલ્લભીપુર નગરપાલિકામાં મતદાન ચાલુ છે. જિલ્લામાં મહુવામાં સૌથી ધીમું મતદાન થયું છે. આશરે 1 વાગ્યા સુધીમાં 25 ટકા જેટલું તો વલભીપુરમાં પણ 25 ટકાની આસપાસ મતદાન થયું છે. સૌથી વધુ પાલીતાણા નગરપાલિકામાં 11 વાગ્યા સુધીમાં 28 ટકા નોંધાયું હતું. 1 વાગ્યા સુધીમાં આ ટકાવારી આશરે 35ને પાર કરી ગઈ હતી. મહુવામાં અને પાલીતાણા નગરપાલિકામાં સૌથી વધુ મતદાર કોળી સમાજ અને લઘુમતી સમાજના છે.
ભાવનગર જિલ્લામાં મતદાનની સ્થિતિ