ETV Bharat / state

હરિદ્વાર જવા નીકળશે 20 થી 25 બસો: ભક્તોમાં અનેરો ઉત્સાહ - Haridwar tour

ભાવનગરમાંથી યાત્રા અમરનાથ અને હરિદ્વાર (Haridwar tour) બસો નીકળતી હોય છે, ત્યારે આ વર્ષે પણ 20 થી વધારે બસોનું આયોજન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જો કે બસો રવાના થવા પણ લાગી છે. યાત્રાએ જતી બસોમાં શુ સુવિધાઓ અને શું ભાવમાં લઈ જાય છે જાણો.

હરિદ્વાર જવા નીકળશે 20 થી 25 બસો: ભક્તોમાં અનેરો ઉત્સાહ

author img

By

Published : Nov 4, 2022, 4:40 PM IST

ભાવનગરમાં દિવાળી વેકેશનમાં યાત્રાઓનો પ્રારંભ થાય છે. આ વર્ષની દિવાળી બાદ હરિદ્વાર (Haridwar tour) માટે બસો રવાના એક પછી એક થઈ રહી છે. ભાવનગરમાંથી એક બસ રવાના થઈ હતી. આસ્થા અને શ્રદ્ધા સાથે યાત્રાળુઓ બસમાં ઓછા ખર્ચમાં યાત્રાએ જઇ રહ્યા છે. ETV BHARAT એ યાત્રાએ લઇ જતા અને યાત્રામાં જતા શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી હતી.

હરિદ્વાર જવા નીકળશે 20 થી 25 બસો ભક્તોમાં અનેરો ઉત્સાહ

યાત્રામાં રવાના શ્રદ્ધાળુઓની ભાવનગર શહેરના શિવશક્તિ સોસાયટીમાંથી પ્રિયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હરિદ્વારનીબસનું આયોજન કર્યું હતું. ગઈકાલે રાત્રે 48 જેટલા મુસાફરો લઈને બસ રવાના થઈ હતી. આસ્થા અને શ્રદ્ધા સાથે યુવાનો અને વૃદ્ધો યાત્રામાં રવાના થયા છે. ભાવનગરમાંથી દર વર્ષે અનેક બસો યાત્રાઓમાં દિવાળીના અને ઉનાળાના વેકેશનમાં જતી હોય છે. ત્યારે આ વર્ષે આશરે 20 થી 25 બસો રવાના થઈ છે.

હળી મળીને યાત્રા ભાવનગરથી 20 થી 25 જેટલી બસો હરિદ્વાર નીકળવાની છે બધા હળી મળીને યાત્રા કરે તેવો હેતુ છે. અમારો 13 દિવસનો પ્રવાસ છે. જેમાં અમે મેડિકલ કીટ પણ સાથે રાખીએ છીએ.અમારું રસોડું સાથે હોઈ છે. આ વર્ષે 48 લોકો થઈ ચૂક્યા છે અમારે ના હવે મુસાફરોને આવતાને ના પાડવી પડે છે. સસ્તામાં સસ્તી અમારી બસ છે માત્ર 8500 માં ખાવા પીવા અને રહેવા સાથે અમે લઈ જઈએ છીએ તેવું ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે જણાવ્યું હતું.

ઓછા ખર્ચમાં યાત્રાએ નીકળતી બસોમાં સંચાલકો દ્વારા ઓછા ખર્ચમાં લઈ જવાની યોજનાઓ હોઈ છે. ભાવનગર પ્રિયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા 8500 માં એક વ્યક્તિને 13 સ્થળો પર યાત્રાની સ્કીમ મૂકી હતી. આ સ્કીમમાં 48 મુસાફરો નોંધાઇ ગયા બાદ વધુ લોકોને ના પાડવાની ફરજ પડી હતી. જો કે શહેરમાંથી અલગ અલગ ટ્રાવેલ્સના સંચાલકો પોતાના નક્કી કરેલી રકમમાં લઈ જતા હોય છે. સંચાલકો સાથે જમવાનું રાખે છે એટલે ખોરાક બહારથી લેવાની ફરજ પડતી નથી અને સ્વાસ્થ્ય બગડવાની પણ શક્યતાઓ નહિવત રહે છે. ETV BHARAT એ શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે વેકેશન સમયમાં ઓછા ખર્ચમાં યાત્રા કરીને ભગવાનના દર્શન કરવાના પ્રાપ્ત થાય છે એટલે લાભ લઇ રહ્યા છીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.