ETV Bharat / state

138 વર્ષ જૂની ‘બાર્ટન’ લાઈબ્રેરીને અહીંના વાચકો માની રહ્યા છે મા સરસ્વતીનું મંદિર... - બાર્ટન લાઈબ્રેરી ટેક્નોલોજીના સમયમાં અડીખમ

ભાવનગર બાર્ટન લાઈબ્રેરીની સ્થાપના 1882માં કરવામાં આવી હતી. 1 પુસ્તકના સફરથી 80 હજાર પુસ્તક ધરાવનાર બાર્ટન લાઈબ્રેરી આધુનિક યુગમાં વાચકોને પ્રેરવા નવો નુસખો લાવી છે. વાંચક માગે એ પુસ્તક લાવી દેવામાં આવે છે. એક વાંચક એક પુસ્તક માગે તો એકની પણ ખરીદી કરીને પુસ્તક પૂરું પાડવામાં આવી રહ્યું છે.

138 વર્ષની ભાવનગરની બાર્ટન લાઈબ્રેરી ટેક્નોલોજીના સમયમાં અડીખમ

author img

By

Published : Jun 24, 2020, 7:47 PM IST

ભવનગરઃ મહારાજા તખ્તસિંહજી દ્વારા 30 ડિસેમ્બર 1882માં બાર્ટન લાઈબ્રેરીની સ્થાપના કરવામાં આવી હતી. એક પુસ્તકથી પ્રારંભ કરાયેલી બાર્ટન લાઈબ્રેરી આજે 80 હજાર પુસ્તક ધરાવે છે. બાર્ટન લાઈબ્રેરી ટ્રસ્ટ મારફત ચાલે છે. સરકારના ત્રણ સભ્યો ચૂંટાયેલા મનપાના ત્રણ સભ્યો અને બાકી સભ્ય તેમાંથી ચૂંટાયેલા લોકો મળીને 12 લોકોનું ટ્રસ્ટ બનેલું છે. લાઇબ્રેરીમાં આજે 450 સભ્યો છે અને રોજના વાંચકોની સંખ્યા 300 આસપાસ છે. જેમાં અખબાર, મેગેઝીન અને મોટા પુસ્તકના શોખીન વાચકોનો સમાવેશ થાય છે. જો કે, લાઈબ્રેરીના સ્ટાફથી લાઇબ્રેરીમાં વાંચકો આકર્ષાઇ રહ્યાં છે.

138 વર્ષ જૂની
લાઇબ્રેરીના મહત્વના મુદ્દા

બાર્ટન લાઇબ્રેરીમાં હાલ જૂના પૌરાણિક અને જોઈએ તે કવિના પુસ્તકો મળી રહે છે. તેમજ પુસ્તકોની ગોઠવણ પણ એવી છે કે, સ્ટાફ પળભરમાં પુસ્તક વાંચકને મળી જાય તે રીતે કરવામાં આવી છે. પણ હાલની મોબાઈલ અને ઓનલાઇન ટેકનોલોજીને પગલે લોકોને આકર્ષવા નવો નુસખો ટ્રસ્ટ દ્વારા અપનાવામાં આવ્યો છે. ટ્રસ્ટએ નક્કી કર્યું છે કે, જે વ્યક્તિ જે પુસ્તક માગશે તે મળશે જો લાઇબ્રેરીમાં નહીં હોય તો નવું વસાવીને પણ વાચકની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવશે. જેના કારણે વાચકો હાલ આકર્ષાઈ રહ્યા છે અને લાઇબ્રેરીમાં પણ વાચકોને વધારવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

138 વર્ષની ભાવનગરની બાર્ટન લાઈબ્રેરી ટેક્નોલોજીના સમયમાં અડીખમ
138 વર્ષની ભાવનગરની બાર્ટન લાઈબ્રેરી ટેક્નોલોજીના સમયમાં અડીખમ

વાચકો લાઈબ્રેરીનો પાયો છે, ત્યારે 138 વર્ષ પૂર્ણ કરનાર બાર્ટન લાઈબ્રેરીના વાચકો નાનપણના હોઈ છે. ભાવનગરના 12 વર્ષની ઉંમરથી આજ 50 વર્ષ જેટલી ઉમર સુધી સભ્ય રહેલા સભ્યોનું કહેવું છે કે, બાર્ટન વાચકો માટે ઉત્તમ છે. પોલીસ ખાતામાં નોકરી મેળવનાર અલ્પાબેન બાર્ટનથી આકર્ષિત થઈને પોલીસ વિભાગમાં લાઈબ્રેરી ચલાવી રહ્યા છે. પોલીસ તંત્રના વાચકો માટે અલ્પાબેન પુસ્તકો ઉપલબ્ધ કરાવે છે, એટલે લાઈબ્રેરીના મૂળમાં પૌરાણિક વાચકો સહિત આજના યુવાધનના મૂળ સમાયેલા છે.

ભાવનગર બાર્ટન લાઈબ્રેરીમાં જૂના વર્ષો પૌરાણિક પુસ્તકો છે. રજવાડાની દેન હોઈ અને ઊચ્ચ અધિકારી સહિત હવે ચૂંટાયેલા પદાધિકારી હોવા છતાં વિકાસના નામે મીંડું છે. ટ્રસ્ટીઓ જે કરે તેટલો વિકાસ થઇ રહ્યો છે. વાચકો બાર્ટનને સરસ્વતીનું મંદિર માને છે અને અપેક્ષા રાખે છે કે, લાઈબ્રેરીનો વિકાસ થાય, પરંતુ હાલ જે વિકાસ છે એ સિમિત છે. પણ જો વિકાસ કરવામાં આવે તો લાઈબ્રેરી વિશ્વ કક્ષાએ ખ્યાતિ પામે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.