ETV Bharat / state

ભાવનગરમાં 135 કેસ કોરોના પોઝિટિવ કેસ, 10 લોકોના મોત - ભાવનગરમાં 135 કોરોના પોઝિટિવ કેસ

ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદ સાથે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. અમદાવાદ-સુરતથી આવેલા લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અત્યારસુધી કુલ 135 કેસ થઈ ચૂક્યા છે અને 18 લોકો સારવાર હેઠળ છે.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Jun 6, 2020, 4:47 PM IST

ભાવનગરઃ શહેર સહિત જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અત્યારસુધી દર્દીઓની સંખ્યા 135 પાર પહોંચ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં બે કેસ સામે આવ્યા છે.

શહેરમાં 6 જૂને વધુ એક કેસ સામે આવ્યો છે, ભરતનગર વિસ્તારમાં આવેલા ગાયત્રીનગર નજીક નિલકમલ સોસાયટીમાં રહેતા 26 વર્ષીય સંજયભાઈ રાઠોડ કોરોના પોઝિટિવ છે.

મળતી માહિતી પ્રમાણે, સંજયભાઈ અમદાવાદ ગયા હતા. પરત આવ્યા બાદ તેમની તબિયત લથડી ગઈ હતી. તેમને સર.ટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં સંક્રમિત દર્દીનો કુલ આંક 135 પર પહોંચી ગયો છે. જેમાં 107 લોકો સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે 10 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.