ETV Bharat / state

ભાવનગરમાં 10 હજાર વર્ષ જુના પડઘલીયા મહાદેવનો મહિમા અપરંપાર

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલા હાથબ ગામના સિમાડે આવેલા સદીઓ જુના શિવાલય શ્રી પડઘલીયા મહાદેવનો મહિમા આજે પણ લોક હદયમાં અકબંધ છે.

bhavnagar
ભાવનગર
author img

By

Published : Aug 1, 2020, 11:17 AM IST

ભાવનગર: સેંકડો વર્ષો પૂર્વે વર્તમાન ભાવનગર પંથક નૈમિષારણ્ય તરીકે પ્રસિદ્ધ હતું. ઋષિઓની તપોસ્થલી તરીકે ભારત વર્ષમાં પ્રખ્યાત આ અરણ્યમાં અનેક ઐતિહાસિક મહત્વ ધરાવતી ઘટનાઓ ઘટી હતી. જે પૈકી ઈશ્વરીય અવતારો સાથે સંકળાયેલી ગાથાઓ અમર ઈતિહાસ બની શાસ્ત્રો-પુરાણોના ઉઝળા પાને અંકિત થઈ છે. જેના આધારે આધુનિક યુગમાં પણ ભાવિક ભકતોમાં શ્રદ્ધા-ભક્તિ અકબંધ રહી છે. ત્યારે આવા જ એક ઉઝળા ઈતિહાસની અમર ગાથા જાણીએ.

ભાવનગરમાં 10 હજાર વર્ષ જુના પડઘલીયા મહાદેવનો મહિમા અપરંપાર

શહેરથી 27 કિલોમીટર દૂર ઘોઘા તાલુકામાં કોળીયાક ગામથી આગળ હાથબ ગામ આવેલું છે. જે પુરાતન સમયમાં હિડિંબાવનના નામે ઓળખવામાં આવતું હતું. આ ગામની સીમમાં આશરે દસ હજાર વર્ષ પહેલાં ભગવાન શિવલિંગ સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ થયા હતાં, અને દિન દુઃખીયાના કષ્ટ દૂર કરી નિર્ભય કરતાં હતા. આ મહાદેવની શિવલિંગ સોમનાથ મહાદેવની આબેહૂબ પ્રતિતિ કરાવે છે. દર બાર વર્ષે પડઘલીયા મહાદેવની શિવલિંગ પરથી આપમેળે પડ ઉતરે છે. આથી આ મહાદેવનું નામ પડઘલીયા મહાદેવ પડ્યું છે.

વર્તમાન કોરોનાની મહામારીમાં પણ લોકોની આસ્થા-ભક્તિને આંચ આવી નથી. શિવભક્તોનો પ્રવાહ અકબંધ છે અને શ્રધ્ધાળુઓ દૂર દૂર થી પવિત્ર શ્રાવણ માસમાં દર્નશ પૂજન માટે આવે છે અને દર્શન પૂજન થકી ધન્યતા અનુભવે છે. તો બીજી તરફ મંદિરના મહંત વિલાસગીરી બાપુ પણ મંદિરમાં સોશિયલ ડીસ્ટન્સ સાથે ભક્તોને યોગ્ય વ્યવસ્થા ગોઠવી આપે છે. ખરેખર પડઘલીયા મહાદેવના દર્શન પુજનનો લ્હાવો લેવા જેવો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.