દહેજઃ દહેજની ઓદ્યોગિક વસાહતમાં આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં 3 જૂનના રોજ થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં 10 કામદારો જીવતાં ભૂંજાઇ ગયાં હતાં અને 75 કામદારો ઘાયલ થયાં હતાં. આ ઘટનાની સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સાથે જ પોલીસે પણ તપાસ કરી હતી. દહેજ મરીન પોલીસે સેફટી એન્ડ હેલ્થ વિભાગના રીપોર્ટ અને ડીટેઇલ ઇન્વેસ્ટિગેેશનનાં આધારે 7 લોકો સામે ગુન્હો નોધ્યો છે.
દહેજ પોલીસમથકના પી.એસ.આઈ. વી.એલ.ગાગિયાએ ફરિયાદ નોધાવી છે. જે મુજબ કંપનીમાં કામ કરતાં યુનિટ હેડથી લઈ પ્લાન્ટ હેડ અને સેફટી હેડની બેદરકારીના કારણે નાઈટ્રીક અને ડાય મિથાઇલ સલ્ફેટ કેમિકલ માનવ ભૂલના કારણે ઉલ્ટાસુલટી ટેન્કમાં ઠાલવી દેવાયાં હતાં અને તેના કારણે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેમાં 10 લોકોના મોત થયાં હતાં. સમગ્ર મામલામાં માનવ ભૂલના કારણે 10 લોકોના મોત થયાં હોવાનું સામે આવતાં પોલીસે આઈ.પી.સી. 304 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોની સામે ગુનો નોંધાયો
૧- અટલબિહારી મંડલ
૨- મહેશ ગલચર
૩- ભારત અગ્રવાલ
૪- ધરમ ઠુમ્મર
૫- મીતેશ પટેલ
૬- આલોક પાંડા
૭- યૂનુસ ખલીવાલા