ભરૂચ હૉસ્પિટલના નવીનીકરણનું કાર્ય ખાનગી કંપની રુદ્રાક્ષ એકેડમીને સોંપાયું છે. જેની બેદરકારીના કારણે શ્રમજીવીઓનું જીવન જોખમમાં મૂકાયું છે. નવીકરણનું કાર્ય 70 ફૂટની ઉંચાઈએ થઈ રહ્યું છે. આ કાર્ય માટે કર્મચારીઓને હેલ્મેટ કે સેફ્ટી બેલ્ટ આપવામાં આવ્યો નથી.
આમ, ખાનગી કંપની આ બેદરકારી ભર્યા વલણના કારણે કર્મચારી જીવના જોખમે કામ કરતાં જોવા મળી રહ્યાં છે. આ અંગે હૉસ્પિટલ તંત્ર પણ કોઈ ધ્યાન આપી રહ્યું નથી, ત્યારે આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી કોની? જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
આ વિશે સિવિલ સર્જન જે.ડી પરમારને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, "સિવિલ હૉસ્પિટલમાં નવીનીકરણની કામગીરી ખાનગી સંસ્થાને સોંપવામાં આવી છે. આ અંગે કંપનીનું ધ્યાન દોરીશું. અમે એક પ્રયત્ન કર્યો હતો. પરંતુ, ખાનગી સંસ્થાના સત્તાધશો સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી."