- ભરૂચમાં કોરોના કહેર વચ્ચે નકલી ડોક્ટર ઝડપાયા
- ડિગ્રી વગરના બંને ડોક્ટર લોકોના આરોગ્ય સાથે કરતા હતા ચેડા
- ભરૂચ પોલીસે નકલી ડોક્ટર્સની કરી ધરપકડ
ભરૂચઃ વાગરાના મુલેર ગામમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતા 2 બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. બંને નકલી ડોક્ટર્સ પાસેથી પોલીસે દવાઓ, બ્લડપ્રેશર માપવાનું સાધન સ્ટેથોસ્ક કબજે કર્યું હતું. લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા બદલ પોલીસે બંને બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો- પંચમહાલ એસઓજીએ 6 ઝોલાછાપ ડોકટરને ઝડપી પાડ્યાં
બંને બોગસ ડોક્ટર મૂળ પશ્ચિમ બંગાળના છે
વાગરાની પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, મુલેર ગામમાં બોગસ ડોક્ટર દવાખાનું ચલાવી રહ્યો છે ત્યારે પોલીસે તપાસ કરતા મુલેર ચોકરી પાસે સૂરજ સમીર બિશ્વાસ અને પરેશ મનહરલાલ કસારા (મૂળ. પશ્ચિમ બંગાળ) ગામમાં દવાખાનું ચલાવતો હતો. પોલીસે આ શખ્સને તેની ડિગ્રી બાબતે પૂછતા તેણે કોઈ જવાબ આપ્યો ન હતો અને તે સિવાય મેડિકલ પ્રેક્ટિસ કરવાની બીજી કોઈ ડિગ્રી મળી નહતી. મેડિકલ ડિગ્રીનું પ્રમાણપત્ર માગતા મળી શક્યું ન હતું. તેથી તે બોગસ ડોક્ટર હોવાનું જાણવામાં આવતા પોલીસે એલોપેથી દવાઓ અને અન્ય મુદ્દામાલ કબજે કરી તેની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. વાગરા પોલીસે મુલેર ગામમાં દવાખાનું ચલાવતા 2 બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો- અમદાવાદમાંથી નકલી નાગા બાવાની ગેંગ ઝડપાઇ
કોરોનાકાળમાં પોલીસે 2 દિવસમાં 14 નકલી તબીબને ઝડપ્યા
હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે લોકોની જિંદગી જોખમમાં મૂકી પૈસા કમાતા ઝોલા છાપ ડોક્ટર્સ વિરૂદ્ધ પોલીસે તવાઈ બોલાવી છે. ત્યારે પોલીસે 2 દિવસમાં 16 બોગસ ડોક્ટર્સ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.