- જનસંઘના સ્થાપક પંડિત દિન દયાળની આજે પુણ્યતિથી
- જિલ્લા ભાજપ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
- ચૂંટણીના ઉમેદવારોને સંકલ્પ પણ લેવડાવાયો
ભરૂચઃ જનસંઘના સ્થાપક પંડિત દિન દયાળની પુણ્યતિથી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. તો સાથે જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના ઉમેદવારોને પ્રજાના કાર્યો માટે સમર્પિત થવાનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો.
ડિત દિન દયાળને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
જનસંઘના સ્થાપક પંડિત દિન દયાળની પુણ્યતિથી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંડિત દિન દયાળને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરીયા, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ પ્રમુખ યોગેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ચૂંટણીના ઉમેદવારોને સંકલ્પ લેવડાવાયા
કાર્યક્રમ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના ઉમેદવારોને પ્રજાના કાર્યો માટે સમર્પિત થવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. કાર્યકરોની માફી માગીઆ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાએ જણાવ્યુ હતું કે, ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પારદર્શક રીતે થઈ હોવાનો દાવો કર્યો હતો અને જે કાર્યકરોને ટિકિટ નથી મળી તેમની માફી પણ માગી હતી.