- અંકલેશ્વરમાં રૂપિયા 5.10 લાખની ચોરી
- અંકલેશ્વરની એન્જીનિયરીંગ કમ્પની (Engineering Company)માં થઈ ચોરી
- GIDC પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચ : અંકલેશ્વર GIDCમાં આવેલી બિલ્ડવેવ એન્જિનિયરિંગ કમ્પની (Buildwave Engineering Company)માં તસ્કરોએ ત્રાટકી ઓફિસમાંથી રોકડા રૂપિયા 5.10 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
આ પણ વાંચો : હદ છે, છત્તીસગઢના કોરબાના ગૌથાનમાંથી 8 ક્વિન્ટલ ગાયના ગોબરની ચોરી..!
સંચાલક મધ્યપ્રદેશ ગયા અને ચોરીનો બનાવ બન્યો
અંકલેશ્વર GIDCમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે અને રોકડા રૂપિયા 5.10 લાખની ચોરીના ગુનાને અંજામ અપાયો છે. GIDCમાં આવેલી બિલ્ડવેવ એન્જિનિયરિંગ કમ્પની (Buildwave Engineering Company)ના સંચાલક કોઈ કામ અર્થે કમ્પનીની ઓફિસ બંધ કરી મધ્યપ્રદેશ ગયા હતા એ દરમિયાન બે શખ્સો કમ્પનીની ઓફિસમાં પ્રવેશ્યા હતા અને કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા 5.10 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : વનીકરણ વિભાગની ખાસ અંગભૂત યોજના હેઠળ કડાણામાં લાભાર્થીઓએ ગોબર ગેસ પ્લાન્ટ શરૂ કર્યાં
તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા
કમ્પની સંચાલકોએ ઓફિસમાં લગાવેલા CCTV કેમેરા ચેક કરતાં બે શખ્સો નજરે પડ્યા હતા, તેઓએ મોઢે રૂમાલ બાંધ્યા હતા. આ બનાવની જાણ થતાં જ GIDC પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ફરિયાદીની ફરિયાદના આધરે તસ્કરોનું પગેરું મેળવવા શોધખોળ શરૂ કરી છે.