અંકલેશ્વર: તાલુકાનાં ખરોડ ગામ ખાતે રહેતા મૌલવી પોતાના પરિવાર સાથે બીમાર પિતાની ખબર પુછવા તેમજ વિદેશથી આવેલા ભાઈને મળવા ગયા હતા. જેઓના મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાથી રૂપિયા 3.72 લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
જ્યારે 27 તારીખે પોતાના ઘરે પરત ફર્યા ત્યારે ઘરની પાછળની ગ્રીલનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. ઘરમાં જોતાં મકાનમાં સામાન વેર વિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતાં તસ્કરો તેઓના મકાનમાથી સાડા છ તોલાના ોનાના ઘરેણાં, એક કાંડા ઘડિયાળ અને રોકડ રૂપિયા 75 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આરીફ પટેલે આ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુલ 3,72,800ની ચોરી અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.