ભરૂચઃ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાનાં ભાઈના ઘરમાંથી 23 તોલા સોનું અને રોકડા રૂપિયા 1 લાખની ચોરી થઇ હતી. પરિમલસિંહના ભાઇ કિરણસિંહ રણા અમલેશ્વર ગામમાં રહે છે જ્યા રવિવારની રાત્રે મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરી કરતા ચકચાર મચી હતી. ત્યારે પરિવાર જનોએ પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ શરૂ કરી છે.
પરિમલસિંહ રણાના ભાઈ કિરણસિંહ રણાનું અમલેશ્વર ગામમાં મકાન આવેલું છે. ગરમી હોવાના કારણે રવિવારે રાત્રે પરિવારજનો મકાનનો દરવાજો ખુલ્લો રાખી સુઈ ગયા હતા, જેનો લાભ લઇ તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાંથી 23 તોલા સોનાના દાગીના, ચાંદીના દાગીના સહીત રોકડ રકમ 1.11 લાખની ચોરી કરી મકાનના પાછળના દરવાજેથી ફરાર થઇ ગયા હતા. વહેલી સવારે પરિવારજનોને આ અંગેની જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતા મકાન બહાર ગ્રામ પંચાયત દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા ફૂટેજમાં શંકાસ્પદ બે ઇસમો બાઈક પર જતા નજરે ચઢ્યા હતા જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.