ETV Bharat / state

ભરૂચમાં 4 નગરપાલિકાની યોજાનારી ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ - સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2021

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે સોમવારે ઉમેદવારીપત્ર ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ભરૂચ જિલ્લામાં યોજાનારી 4 નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે

ETV BHARAT
ભરૂચમાં 4 નગરપાલિકાની યોજાનારી ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ
author img

By

Published : Feb 16, 2021, 5:30 PM IST

  • ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં 149 ઉમેદવારો મેદાને
  • અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં 101 ઉમેદવારો મેદાને
  • જંબુસર નગરપાલિકાની ચૂંટણીમાં 106 ઉમેદવારો મેદાનમાં
  • આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં 81 ઉમેદવારો મેદાનમાં

ભરૂચઃ રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ આજે સોમવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ એમ 4 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે સોમવારે ચારેય નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભરૂચ નગર સેવા સદનની ચૂંટણમાં 157 ફોમ માન્ય રહ્યા હતા. જે પૈકી 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં છે. જેથી હવે 11 વોર્ડની 44 બેઠક પર 149 ઉમેદવારો મેદાનમાં છે. આજે સોમવારે ભારતીય ટ્રાયબલ પાર્ટીના 4, અપક્ષના 3, એન.સી.પી અને કોંગ્રેસનાં એક-એક ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. વોર્ડ નંબર 3માં કોંગ્રેસનાં ઉમેદવાર મંજુલા જાવિયાએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું છે.

અંકલેશ્વર નગરપાલિકામાં 6 ફોર્મ પરત ખેંચાયાં

અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણીમાં કુલ 107 ઉમેદવારીપત્રો માન્ય રહ્યા હતા. જે પૈકી આજરોજ 6 ફોર્મ પરત ખેંચાતા હવે નગર પાલિકાની 36 બેઠક પર 101 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પહેલેથી જ એક બેઠક ગુમાવી છે. વોર્ડ નંબર 6માં કોંગ્રેસનાં ઉમેદવાર અંજના પરમારનું ફોર્મ રદ્દ થતાં ભાજપને એક બેઠક મળી છે.

જંબુસર નગરપાલિકામાં 16 ફોર્મ પરત ખેંચાયાં

જંબુસર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 122 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા. જે પૈકી કુલ 7 વોર્ડમાં 16 ઉમેદવારી પત્રો પરત ખેંચાતા હવે નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક પર 106 ઉમેદવાર મેદાને રહ્યા છે.

આમોદ નગરપાલિકામાં 4 ફોર્મ પરત ખેંચાયાં

આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 85 ઉમેદવારીપત્રો માન્ય રહ્યા હતા અને આજે 4 ફોર્મ પરત ખેંચાતા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠક પર 81 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.