- વિદેશી દારૂ સાથે કુખ્યાત બુટલેગર ઝડપાયો
- બે આરોપીને વોન્ટેડ જાહેર કરાયા
- આ દારૂની કિંમત 3.13 લાખથી વધુ
ભરૂચ : અંકલેશ્વર શહેર પોલીસે ઘનશ્યામ નગરમાંથી રૂપિયા 3.13 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. જ્યારે કોસંબાના બુટલેગર સહિત બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
નાતાલ તેમજ 31 ડિસેમ્બર નિમિત્તે પોલીસની ડ્રાઈવ
અંકલેશ્વર શહેર પોલીસે આગામી નાતાલ તેમજ 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને દારૂ ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે. જે દરમિયાન પોલીસને મળેલી બાતમી મળી હતી કે, અંકલેશ્વર શહેરમાં આવેલી ઝેનિથ સ્કૂલની પાછળ સર્વોદય નગર સ્થિત ઘનશ્યામ નગરમાં રહેતા બુટલેગર નાઝિમ ઇમામ શેખ મોટાપાયે વિદેશી દારૂ માંગવી પોતાના ઘરમાં સંતાડે છે. આ બાતમીને આધારે અંકલેશ્વર શહેર પોલીસે ઘટના સ્થળે રેડ કરી હતી. જેમાં પોલીસે ઘરમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે વિદેશી દારૂની 2844 નંગ બોટલ કબ્જે કરી હતી. આ દારૂની કિંમત 3.13 લાખથી વધુ છે. પોલીસે કુખ્યાત બુટલેગર નાઝિમ ઇમામ શેખને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કોસંબાનો એક શખ્સ સહિત બે આરોપીને વોન્ટેડ જાહેર કરાયા
અંકલેશ્વર શહેર પોલીસે ઝડપાયેલા બુટલેગર નાઝીમ શેખને દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતાં તેને કોસંબાના ખાતે રહેતો ભદ્રેશ નામનો બુટલેગર આઇસર ટેમ્પોમાં આપી ગયો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે કોસંબાના ભદ્રેશ સહિત ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર પંથકમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા નાના બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો છે.