ભરૂચમાં નર્મદા નદી સિઝનમાં ત્રીજી વખત 24 ફૂટની ભયનજક સપાટીને પાર પહોચી છે. જેના પગલે નદી કાંઠાના 20થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ તેની 135.75 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચતા ડેમમાંથી તબક્કાવાર 4 લાખ અને બાદમાં 2 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થઇ રહ્યો છે. ભરૂચના ગોલ્ડન બ્રીજ નજીક નર્મદા નદીએ સિઝનમાં ત્રીજી વખત 24 ફૂટની ભયજનક સપાટી વટાવી હતી. જેના પગલે ગોલ્ડનબ્રીજ ઝુપડપટ્ટીમાં પાણી ભરાયા હતા અને 70 જેટલા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થતા નદી કાંઠાના 20 ગામના લોકોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. જો કે, નર્મદા ડેમમાંથીથી પાણીની આવક ઘટી રહી છે. જેના કારણે નર્મદા નદીની સપાટી પણ સ્થિર થઇ છે. આથી હાલ કોઈ ગંભીર પરિસ્થિતિ નથી આમ છતાં કોઈ અનિરછનીય બનાવ ન બને એ માટે તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.